CM ભૂપેન્દ્ર પટેલના દીકરાને રિલાયન્સ હોસ્પિટલમાં શિફ્ટ કરાશે, જાણો કેવી છે તબિયત

PC: india.postsen.com

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજની તબિયતના રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લાં 16 દિવસથી બ્રેઇન સ્ટોકને કારણે સારવાર લઇ રહેલા અનુજ હવે કોમામાંથી બહાર આવી ગયા છે અને વેન્ટીલેટર પણ હટાવી લેવામાં આવ્યા છે.જાણવા મળેલી માહિતી મુજબ હવે તેમને કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે.તબીબોનું કહેવું છે કે અનુજને સંપૂર્ણ રિકવરી આવવામાં હજુ થોડો સમય લાગી શકે છે. પરંતુ ગુજરાતના CM અને તેમના પરિવાર માથેથી અત્યારે તો ચિંતાના વાદળો દુર થયા છે અને બધાએ રાહતની શ્વાસ લીધી છે.

મુંબઇની હિંદુજા હોસ્પિટલે મંગળવારે બહાર પાડેલા હેલ્થ બુલેટીનમાં જણાવ્યું હતું કે ગુજરાતાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે અને તેઓ કોમામાંથી બહાર આવી ગયા છે. બધા વેન્ટીલેટર સપોર્ટ દુર કરી દેવામાં આવ્યા છે. હિંદુજા હોસ્પિટલના બુલેટીનમાં કહેવામાં આવ્યું છે કે અનુજની સંપૂર્ણ રિકવરીમાં હજુ થોડો સમય લાગી શકે છે. તેમને ટુંક સમયમાં મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે.

રીયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા અનુજ પટેલને 30 એપ્રિલે બ્રેઇન સ્ટોક આવ્યો હતો અને તેમને તાત્કાલિક અમદાવાદની કે ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યા હતા. અનુજનું અહીં ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમના આરોગ્યમાં સુધારો ન આવતા એર એમ્બ્યુલન્સથી મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના પરિવાર માટે ચિંતાનો વિષય એ હતો કે અનુજ કોમામાં હતા અને તેમને વેન્ટીલેટર પર ICUમાં સારવાર આપવામાં આવી રહી હતી. લગભગ 15 દિવસ સુધી અનુજ કોમામાં હોવાને કારણે પરિવારનો જીવ તાળિયે ચોંટેલો હતો. જો કે 16 મે ,મંગળવારે રાહતના સમાચાર આવ્યા કે અનુજ કોમામાંથી બહાર આવી ગયા છે અને વેન્ટીલેટરના બધા સપોર્ટ પણ હટાવી દેવામાં આવ્યા છે.

અનુજ પટેલને જે બ્રેઇન સ્ટોકનો હુમલો આવ્યો છે તેના કારણો વિશે તબીબોનું કહેવું છે કે જ્યારે મગજ સુધી લોહી પહોંચાડનારી ધમનીને નુકશાન થાય છે ત્યારે બ્રેઇન સ્ટોક આવે છે. અથવા એમાં બ્લોકેજ થવાને કારણે મગજ સુધી લોહી પહોંચતું નથી. અમેરિકાની સૌથી મોટી આરોગ્ય એજન્સી CDCના કહેવા મુજબ ઓક્સિજન નહીં પહોંચવાને કારણે મગજની જે કોશિકાઓ હોય છે તે ગણતરીની પળોમાં નાશ પામે છે અને એ રીતે બ્રેઇન સ્ટોક આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp