શું કોરોના વાયરસ 8 કલાક સુધી હવામાં રહે છે? જાણો શું છે હકીકત

PC: ft.com

કોરોના વાયરસને લઈને દુનિયાભરમાં ઘણી અફવાઓ ફેલાઈ રહી છે. આ મહામારીને લઈ ઘણી ફેક ન્યૂઝ પણ ચાલી રહી છે. એક ન્યૂઝ એવી પણ ચાલી રહી છે કે કોરોના વાયરસ હવામાં 8 કલાક સુધી રહે છે. કે કોરોના વાયરસ હવા દ્વારા ફેલાઈ છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વાયરસ તાંબા કે સ્ટીલ પર 2 કલાક, પેપર કે પ્લાસ્ટિક પર 3થી 4 કલાક અને હવામાં 8 કલાક રહે છે. પણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વાત અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

વિશ્વ સ્વાથ્ય સંગઠને કહ્યું હતું કે કોરોના વાયરસ એરબોર્ન ન હોઈને એયરોસોલ બોર્ન બીમારી હોઈ શકે છે. મતલબ કે આ બીમારી ડ્રોપલેટ દ્વારા ફેલાઈ શકે છે. WHOના સંક્રમણ રોગો પર કામ કરનાર ડૉક્ટર મારિયા વાને ચોખવટ કરી છે કે કોરોના વાયરસની બીમારી કોઈ વ્યક્તિના છીંકવા પર કે કફને કારણે જે લિક્વિડની નાની નાની ઝીણી બૂંદો નીકળે છે તેને કારણે ફેલાઈ છે.

મતલબ કે કોરોના વાયરસ ડ્રોપલેટને કારણે ફેલાઈ શકે છે પણ તે હવા દ્વારા ફેલાઈ છે એવું વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું નથી.

શું કોરોના 8 કલાક હવામાં રહે છેઃ

આ વાયરસ એરબોર્ન નથી. કોરોના વાયરસ લિક્વિડ ડ્રોપલેટ દ્વારા ફેલાય છે. આ લિક્વિડની નાની નાની બૂંદો જ્યાં પણ પડે છે, તે જગ્યાના સંપર્કમાં જે પણ આવે છે, આ જીવલેણ વાયરસ તેને પોતાનો શિકાર બનાવી લે છે.

WHOએ કહ્યું છે કે, તેઓ રિસર્ચ પર કામ કરી રહ્યા છે કે કઈ રીતે આ વાયરસ ફેલાઈ છે.

હવા દ્વારા વાયરસ ફેલાવાના પુરાવા નહીં- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન

આ સંગઠનના ડૉ ક્ષેત્રપાલે કહ્યું કે, કોરોના વાયરસના સંદર્ભમાં અત્યાર સુધીમાં વાયરસ હવા દ્વારા ફેલાઈ છે તેની વાત સામે આવી નથી. આ વાયરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાઈ છે. શ્વાસના ડ્રોપલેટના માધ્યમે આ વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાઈ છે. માટે WHOએ કહ્યું છે કે હાથોને સ્વચ્છ રાખો અને શ્વાસ અંદર લેવાની જગ્યાની સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખો.

તો કુલ મળીને એ વાતનું ધ્યાન રાખો કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીએ અને અસ્વસ્થ અનુભવવા પર સેલ્ફ આઈસોલેશનનું પાલન કરીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp