કોરોનાના આ છૂપા લક્ષણો વધારી રહ્યા છે મુશ્કેલી, ભૂલીને પણ અવગણના નહીં કરતા

PC: dnaindia.com

કોરોના વાયરસની સેકન્ડ વેવની વચ્ચે દર્દીઓમાં હવે કોરોનાના નવા અને ખૂબ જ નોખા લક્ષણો જોવા મળી રહ્યા છે. દરેક ઉંમરના લોકો પર આ વાયરસનો સમાન ખતરો છે. વાયરસનો આ નવો સ્ટ્રેન પોતાની સાથે જુદા જુદા પ્રકારના લક્ષણો લઇને આવ્યો છે. પહેલા લોકોને તાવ, ખાંસી, શરદી, નાક વહેવું, શ્વાસ લેવામાં તકલીફ, શરીર દુખાવો અને જીભનો સ્વાદ ગુમાવવો અને સ્મેલ ન કરી શકવું જેવી સમસ્યા હતી. પણ આ વખતે અમુક નવા લક્ષણો સામે આવ્યા છે.

જીરોસ્ટોમિયાઃ

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થની રિપોર્ટ અનુસાર, કોરોના વાયરસના દર્દીમાં આ વખતે એક ઓરલ લક્ષણ જોવા મળી રહ્યા છે. ડૉક્ટર તેને જીરોસ્ટોમિયા(ડ્રાઈ માઉથ) કહી રહ્યા છે, જેમાં મોઢાની અંદરની સેલિવરી ગ્લાન્ડ કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મોઢું સૂકાવવા લાગે છે. આવું ત્યારે બને છે જ્યારે વાયરસ કોઈ વ્યક્તિની ઓરલ લાઇનિંગ અને મસલ ફાઈબર પર એટેક કરે છે.

કોવિડ ટંગઃ

કોવિડ ટંગ પણ એક નવો લક્ષણ છે. જેમાં માણસની જીભનો રંગ સફેદ પડવા લાગે છે. મોઢાની ઉપર હળવા ધબ્બા પડલા લાગે છે. મોઢાની અંદર લાળ બનવાની બંધ થઇ જાય છે, જે તેને હાનિકારક બેક્ટેરિયાથી બચાવવાનું કામ કરે છે.

ચાવવા અને થૂંકવામાં મુશ્કેલીઃ

આ લક્ષણ દેખાવા પર માણસને ચાવવા અને થૂકવામાં મોટી તકલીફ પડે છે. જે મોઢાના સેંસેશનને પણ પ્રભાવિત કરે છે. મોઢામાં અલ્સરના કારણે સતત ચાવવાના કારણે માંસપેશીઓમાં દુખાવો ઉપડી શકે છે.

પિંક આઈઃ

કોરોનાના નવા સ્ટ્રેનમાં આંખોથી જોડાયેલો પણ એક લક્ષણ સામે આવ્યો છે. ચીનમાં થયેલી એક નવી સ્ટડી અનુસાર, કોરોના સંક્રમિત દર્દીની આંખો હળવી લાલ જોવા મળે છે. આંખોમાં હળવા સોજા અને સતત પાણી વહેવાની સમસ્યા પણ થઇ રહી છે.

કાનની સમસ્યાઃ

નવા લક્ષણોમાં કાનથી જોડાયેલી સમસ્યા પણ જોવા મળી રહી છે. ઘણાં દર્દીઓએ ઓછું સાંભળવું કે કાનોમાં દબાણ મહેસૂસ થવાની વાત કબૂલી છે. અમુક દર્દીઓએ કાનમાં દુખાવાની ફરિયાદ પણ કરી છે.

CDC અનુસાર, કોઈપણ અસામાન્ય લક્ષણ દેખાવા પર તરત ટેસ્ટ કરાવો. ડાયજેસ્ટિવ સિસ્ટમ જેમાં ગેસ્ટ્રો-ઈંટસટાઇનલ GI સહિત લિવર, પૈંક્રિયાઝ અને ગોલ બ્લેડર પણ સામેલ છે. તેનું વધારે ધ્યાન રાખવાની જરૂર છે. કોરોના GIના ફંક્શનને પણ પ્રભાવિત કરી શકે  છે. જેનું કામ શરીરથી ઈલેક્ટ્રોલાઇટ્સ અને ફ્લૂડને એબ્ઝોર્બ કરવાનું છે.

આ ઉપરાંત કોરોનાના લોન્ગ ટર્મ લક્ષણોમાં ઘણી રીતની મુશ્કેલીઓ જોવા મળી છે. નબળાઇ, બ્રેન ફૉગ, ચક્કર આવવા, ધ્રૂજારી આવવી, ઈન્સોમેનિયા, ડિપ્રેશન, એક્ઝાઇટી, સાંધામાં દુખાવો અને છાંતીમાં જકડન જેવી ફરિયાદો સામે આવી રહી છે.

હેલ્થ ઓથોરેટિસ એવો દાવો કરી રહી છે કે કોરોનાના હળવા લક્ષણવાળા દર્દી આઈસોલેશનમાં વગર કોઇ સ્પેશ્યિલ સારવાર વિના રિકવર થઇ શકે છે. જોકે, ડાયબિટીઝ, ક્રોનિક રેસ્પિરેટરી ડિસીઝ અને કેંસર જેવી ગંભીર બીમારીઓના શિકાર લોકો ગંભીર રીતે બીમાર પડી શકે છે.

પોતાનું ધ્યાન કઇ રીતે રાખવુંઃ

કોરોના વાયરસના ઘાતક સ્ટ્રેનથી બચવા માટે મોઢા પર વ્યવસ્થિત રીતે માસ્ક પહેરો. હાથોને સારી રીતે સેનેટાઇઝ કરો કે સાબુથી ધુઓ. ભીડમાં જતા બચો. હેલ્થ ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવી રહેલી ગાઈડલાઇન્સનું પાલન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp