ખાવાની સાથે ચોકલેટનો ઉપયોગ કરો બ્યૂટી કેરમાં પણ

PC: inat.com

ચોકલેટ માત્ર ખાવા માટે નથી હોતી પરંતુ તેનો ઉપયોગ સ્કીનની કેર કરવા માટે પણ થાય છે. ચોકલેટનું નામ પડતાની સાથે જ સૌના મોઢામાં પાણી આવી જાય છે. ચોકલેટમાં એન્ટી એજિંગ ઓક્સિડન્ટ હોવાથી તે કોઈ પણ પ્રકારની સ્કીન માટે સારી છે.

  1. અડધો ચમચી કોકો પાઉડરમાં ત્રણ ટી.સ્પૂન મધ અને લીંબુના ટીપા નાખી તેને મિક્સ કરી તમારા ફેસ પર લગાડી 15 મિનિટ બાદ તેને ધોઈ નાખતા તમારા ચહેરા પરના દાગ-ધબ્બા દૂર થઈ જશે.
  2. આ સિવાય ચોકલેટમાં વિટામિન, કેલ્શિયમ અને આયર્ન હોવાથી તેના માસ્કને ફેસ પર લગાડવાથી તમારો ગ્લો વધી જશે.
  3. કોફી અને મધને ભેગા કરીને પણ ફેસ પર લગાડવાથી તમારી સ્કીન કોમળ બની શકે છે.
  4. કોફી અને ઓલિવ ઓઈલના મિશ્રણને પણ ચહેરા પર લગાડવાથી તમારા ચહેરા પરની ડ્રાયનેસ ઓછી થઈ શકે છે. અઠવાડિયામાં 2-3 વખત તેને લગાવવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.