GTUની લેબોરેટરીમાં હવે કરાવી શકાશે કોરોનાથી લઇ કેન્સર અને બીજા ઘણા ટેસ્ટ

PC: indianexpress.com

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ની બાયો સેફ્ટી લેબોરેટરીને ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કોવિડના નિદાન માટે કરવામાં આવતા રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (RPTCR) ટેસ્ટની મંજૂરી આપવામાં આવી છે.

જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે,  પેન્ડામિક સમયમાં પણ જીટીયુ દ્વારા અનેક પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવ્યા છે. આઇસીએમઆર દ્વારા કોવિડના ટેસ્ટની મંજૂરી મળવાથી સરકારના માન્યદરે ટેસ્ટીંગ કરી આપવામાં આવશે.

જીટીયુ અટલ ઈન્ક્યૂબેશન સેન્ટર(AIC)ના સીઈઓ ડૉ. વૈભવ ભટ્ટે જણાવ્યું હતું કેગત જાન્યુઆરી માસમાં જીટીયુ તરફથી કોવિડના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (RPTCR) ટેસ્ટની મંજૂરી માટે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)માં અરજી કરવામાં આવી હતી.

આ સંસ્થાના ધારાધોરણ જેવા કેબાયો સેફ્ટી લેબોરેટરીઝ ક્લાસ-પ્રકારની હોવી જોઈએદરેક પ્રકારના રીસર્ચ માટે બાયો સેફ્ટી કેબિનેટ ઈક્વિપમેન્ટ હોવા પણ જરૂરી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી બોયો મેડિકલ વેસ્ટનું સર્ટીફિકેટ પણ મેળવેલું હોવું જરૂરી છે. આ ઉપરાંત રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન મશીનબોયો સેફ્ટી કેબિનેટ મશીનકુલિંગ સેન્ટ્રીફ્યૂઝમાઈનસ 80 અને 20 ડિગ્રી તાપમાન ધરાવતાં ડિપ ફ્રિજર જેવા અદ્યતન સાધનોથી લેબોરેટરીઝ સુસજ્જ હોવી જરૂરી છે.

આ તમામ પ્રકારના ધોરણોને ધ્યાનમાં રાખી તથા તેની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરી જીટીયુ દ્વારા ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દિલ્હી ખાતે અરજી કરવામાં આવી હતી અને તમામ નિયમો જીટીયુને લેબમાં ઉપલબ્ધ હતા. આઇસીએમઆર દ્વારા પહેલેથી જ ટેસ્ટ કરેલા છ સેમ્પલ જીટીયુની લેબમાં ટેસ્ટ કરવા મોકલવામાં આવ્યા હતા અને તેનું પરિક્ષણ સમાન આવ્યું છે.

સેમ્પલ સમાન હોવાથી આઈસીએમઆર દ્વારા જીટીયુની બાયો સેફ્ટી લેબને RPTCR ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. વૈભવ ભટ્ટે જણાવ્યું હતું કે આગામી સમયમાં હિપેટાઈટીસ– બી હિપેટાઈટીસસી, ડેન્ગ્યુસ્વાઈન ફ્લૂ, કેન્સર તથા એચઆઈવી જેવા ગંભીર રોગનું પણ આ લેબોરેટરીમાં પરીક્ષણ કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp