નીતિન પટેલના મતે જીવનનો સાચો આનંદ રૂપિયા કે સત્તાથી નથી મળતો પણ...

PC: khabarchhe.com

જીવનનો સાચો આનંદ રૂપિયા કે સત્તાથી મળતો નથી, પણ સારા સ્વાસ્થ્યથી મળે છે, તદુંરસ્ત સ્વાસ્થ્ય માટે હમેંશા જાગૃતિ રહેવું ખૂબ જરૂરી છે, તેવું આજરોજ ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકાના ઇસંડ ગામથી જિલ્લા કક્ષાના શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો આરંભ કરાવતાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શીતળા અને પોલિયો મુક્ત આપણો દેશ બન્યો છે, તેમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાંથી વર્ષ- 2025 સુઘીમાં જન અભિયાન કરીને ટી.બી. નામના રોગને દેશમાંથી જાકારો આપવાની નેમ કરી છે. તેને સાર્થક કરવા માટે રાજય સરકારે સુચારું આયોજન કર્યું છે. ટી.બીની અતિ ગંભીર બિમારી ઘરાવતા વ્યક્તિની સારંવાર માટે સરકાર રૂપિયા 15 લાખ સુઘીનો ખર્ચે કરવા કટિબદ્ધ છે.

પહેલું સુખ તે જાતે નર્યા તે લોક કહેવતને યાદ કરીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સારા સ્વાસ્થ્ય થકી જ આપ પોતાના જીવનમાં દરેક પળનો આનંદ લઇ શકો છો. દેશ સહિત રાજયના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે અને તેમની તંદુરસ્તી પણ ખૂબ જરૂરી છે. સમગ્ર ગુજરાતમાં આજથી શાળા આરોગ્ય કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ થકી બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે. જેમાં અતિ ગંભીર બીમારીવાળા બાળકોને તેમના રોગોની સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે.

આ કાર્યક્રમ થકી રાજયના આંગણવાડી થી લઇને ધોરણ – 12 સુઘી ભણતાં અને શાળાએ ન જતાં 18 વર્ષ સુઘીના બાળકો મળી અંદાજે કુલ 1 કરોડ 59 લાખથી વધુ બાળકોના આરોગ્યની તપાસ 4 લાખથી પણ વધુ આરોગ્ય વિભાગના કર્મયોગીઓ દ્વારા કરાવામાં આવશે. તે ઉપરાંત રાજય સરકાર દ્વારા આપવામાં આવતી આઠ પ્રકારની વિવિધ રશિઓ અને આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓની વિસ્તૃત સમજ આપી હતી.

આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણના અગ્ર સચિવ જયંતિ રવિએ આ કાર્યક્રમ પાછળ રહેલા રાજય સરકારના ઉમદા અભિગમની વાત કરી હતી. તેમજ કલોલના ઘારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

શાબ્દિક સ્વાગત કરતાં જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલે જણાવ્યું હતું કે, આ વર્ષ જિલ્લામાં 1163 આંગણવાડીઓના 88,122 બાળકો, 812 પ્રાથમિક શાળાના 1,75,249 વિઘાર્થીઓ, 250 માઘ્યમિક શાળાના 58,571 વિઘાર્થીઓ, 34 અન્ય સંસ્થાઓના 4,840 બાળકો મળી કુલ 3,27,358 વિઘાર્થીઓને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવનાર છે.

આ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના હસ્તે કલોલ તાલુકાના ઇસંડ ગામ અને ગાંઘીનગર તાલુકાના પોર ગામના રૂપિયા 34 લાખથી વધુના ખર્ચે નવનિર્મિત આઘુનિક સુવિઘાથી સજ્જ કરવામાં આવેલા સરકારી આયુર્વેદ દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલેએ ઇસંડ ગામની શાળાની મુલાકાત લઇ શાળા આરોગ્ય કામગીરીનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. ગતૂ વર્ષ આ કાર્યક્રમ થકી ચશ્મા મેળવનાર બાળકની સાથે વાતચીત કરી તેના મુખે કાર્યક્રમનો અભિપ્રાય મેળવ્યો હતો. તેમજ શાળાના ધોરણ-2 ના કલાસની નાયબ મુખ્યમંત્રીએ ઓંચિતી મુલાકાત લઇને બાળકોના જ્ઞાનની ચકાસણી કરવા માટે તેમને સમજ પડે તેવા સરળ પ્રશ્નો પુછ્યા હતા. શાળા આરોગ્ય તપાસણી થકી પોતાના બાળકોની સારવાર કરાવનાર વાલીઓએ પોતાના અભિપ્રાય પણ રજૂ કર્યા હતા. કાર્યક્રમ બાદ આયુર્વેદ કેમ્પ યોજાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp