ગુજરાતના રાજવૈદ્યે કહ્યું આ ઉપાયો કરો તો કોરોના સામે લડી શકશો

PC: google.com

દુનિયામાં કંઈ નવું નથી. જે નથી તે ક્યારેય દેખાવાનું નથી. વાયરલ 5 કે 500 વર્ષે ફરી ફરી આવી શકે છે. વાતાવરણ કલુષિત કરે ત્યારે આ વાયરસ આવે છે. કોરોનામાં આયુર્વેદની થિયરી પ્રમાણે વાત, કફ બે દોષ ભેગા છે. તેથી વાત અને કફ દોષની સારવાર કરો એટલે કોરોના નહીં રહે. વાતમાં નબળાઈ અને શરદી કે કફ ફેફસામાં રોગ છે, ફેફસા ખરાબ કરે છે. ગુજરાતના રાજવૈદ્ય એમ. એચ. બારોટે કહ્યું.

ગુજરાતના રાજવૈદ્ય એમ. એચ. બારોટે કહ્યું, વાયરસને રહેવા માટે કોલોની ન રહે તેવું શરીરમાં કે ઘરમાં કરવામાં આવે તો કોરોના વાયરસ નહીં રહે. ફેફસા બળવાન બને અને કફ ન રહે એવું કરવાથી કોરોના નહીં રહે. વાતાવણ ઉષ્મારૂપ બને એવું કરો તે માટે ઘરમાં ધૂપ કરો.

ધૂપ કોરોનાની દવા છે

ગુજરાતના રાજવૈદ્ય એમ. એચ. બારોટે કહ્યું, ધૂપ નાક દ્વારા શરીરમાં જાય છે. ધૂપ શ્વાસમાં આવવાથી તે ફેફસા દ્વારા લોહીમાં થઈને કોઈ પણ વાયરસ સુધી પહોંચે છે. તેથી તેને ગુંગળામણ થાય છે. તેથી તે ભાગે છે. કોરોના વાયરસ દૂર જાય છે. વાયરસને ધૂમાડો ભગાડે છે.

કયા ધૂપ

ગુજરાતના રાજવૈદ્ય એમ. એચ. બારોટે કહ્યું, પળંકાદી ધૂપ, અરિષ્ટ ધૂપ, અષ્ટાંગ ધૂપ ઘરમાં કરશો તો વાયરસ ભાગી જશે. આ ધૂપ વાયરસને ભગાડનારા ધૂમાકો નાક દ્વારા ફેફસામાં થઈ ને શરીરમાં પહોંચે છે.

સુદર્શન લો

ગુજરાતના રાજવૈદ્ય એમ. એચ. બારોટે કહ્યું, સુદર્શનની ગોળી કે ફાકી 25 એમએલ સવારે અને સાંજે લેવાનું રાખો તો વાયરસ સામે મુકાબલો થશે. બહારનો ખોરાક બંધ કરી દો. ઘરનો જ ખોરાક લો. ગાયના ચોખ્ખા ઘીથી બનાવેલો ખોરાક ખાઓ. તો તમને ખાતરી આપી શકું છું કે તમને કોરોના વાયરસ નહીં થાય.

કોણ છે રાજ વૈદ્ય બારોટ

1962માં અંડર ગ્રેજ્યુએટ શિક્ષણમાં રાજ્યભરમાં પ્રથમ આવીને સરકારની સ્કોલરશીપ મેળવી હતી.

રાજવૈદ્ય એમ. એચ. બારોટ 1966થી સરકારનાં જુદાંજુદાં આયુર્વેદ મહાવિદ્યાલયોમાં મદદનીશ પ્રાધ્યાપકથી લઈને આચાર્ય કક્ષાએ રહી ચૂક્યા છે; અખંડ આનંદ આયુર્વેદ હોસ્પિટલના, હોદ્દાની રૂએ અધિક્ષક તરીકે પણ સેવાઓ આપી છે;

1978માં વિશ્વ આરોગ્ય સંસ્થાના નિમંત્રણથી દેશના એક માત્ર પ્રતિનિધિ તરીકે જીનિવા (સ્વિત્ઝરલેન્ડ) જઈને તેમણે ‘પોટેન્શ્યલ યુઝ ઑફ ટ્રેડિશનલ મેડિસિન ઈન કૅન્સર થેરાપિ’ વિષય પરના સેમિનારમાં પોતાનું પેપર “ભલ્લાતક રસાયન ઈન કૅન્સર” રજૂ કર્યું;

આયુર્વેદ મહાવિદ્યાલયોમાં ચાલતા સંદર્ભગ્રંથોમાં તેઓનાં પુસ્તકો ‘યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ’ દ્વારા પ્રકાશિત થયાં છે જેમાં ‘રચના શરીર’ તથા ‘સદ્ય કાય–ચિકિત્સા’ મુખ્ય છે; તેઓ આયુર્વેદની કટાર લખી ચૂક્યા છે; આજે તેઓ આયુર્વેદના સુપર સ્પેશ્યાલિસ્ટ તરીકે કન્સલ્ટેશન કરે છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp