શું GTUના ફાર્મસી વિભાગે થોરના ફળમાંથી કોરોનાની દવા શોધી લીધી? 

PC: Khabarchhe.com

કોરોના વાયરસની રસી અને દવાની શોધ આખી દુનિયા કરી રહી છે ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ફાર્મસી વિભાગે આશાસ્પદ દવા શોધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દવા માનવ શરીરના કોષમાં રહેલા વાયરસની વૃદ્ધિ અટકાવવાનું કામ કરે છે. આ દવાનું નામ હેમ્પોઇન રાખવામાં આવ્યું છે.

વિશ્વ આખું કોરોના મહામારીનો ભોગ બન્યું છે.‌ વર્લ્ડ હેલ્થ‌ ઓર્ગેનાઇઝેશન (WHO) અને વિશ્વના દરેક દેશના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કોરોનાના સંક્રમણથી બચવા માટે વિવિધ પ્રકારના રિસર્ચ કરવામાં આવી રહ્યા છે. પરંતુ હજી સુધી કોઈ સકારાત્મક પરિણામ આપણને જોવા મળ્યા નથી ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ફાર્મસી વિભાગના પ્રોફેસર ડોક્ટર સંજય ચૌહાણ દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે છેલ્લા ત્રણ મહિનામાં રિસર્ચ કરવામાં આવ્યું છે.

રિસર્ચ દરમિયાન તેઓએ હેમ્પોઈન નામની કેપ્સુલનું નિર્માણ કર્યું છે. આ દવા રાજ્ય સરકાર અને આયુષ્ય ડિપાર્ટમેન્ટને તેના ક્લિનિકલ ટ્રાયલ માટે મોકલવામાં આવશે. ડોક્ટર સંજય ચૌહાણના જણાવ્યા અનુસાર, આ દવા માનવ શરીરમાં કોઈપણ પ્રકારના વાઇરસને પ્રવેશતા અટકાવે છે.‌ માનવ શરીરના કોષોમાં કોઈ પણ ‌પ્રકારના વાયરસની વૃદ્ધિ થતાં પણ અટકાવે છે. આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતો હોવાથી કરોના જેવા વાયરસ સામે લડવા માટે આ દવા અસરકારક નીવડી શકે છે.

હાથલીયા થોરના ફળમાંથી હેમ્પોઈન નામની દવાની નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, આ પ્રકારના એકેડમીક રિસર્ચ આગામી દિવસોમાં દરેક ક્ષેત્રમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. જીટીયુ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આયુષ મંત્રાલય અને સરકારશ્રી, ને રિસર્ચ અને ક્લિનિકલ ટ્રાયલ માટે અરજી કરવામાં આવશે.

જો આ ટ્રાયલમાં સફળતા મળે છે તો , આગામી દિવસમાં કોરોના સંક્રમણને રોકવા માટે કોમર્શિયલ બેઝ પર આ દવાનું મોટા પ્રમાણે ઉત્પાદન કરવામાં આવશે. હાથલીયા થોરમાંથી આ દવાનું નિર્માણ થતું હોવાથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પણ આ પ્રકારના હાથલીયા થોરનું વાવેતર કરાવીને ખેડૂતોને આર્થિક રીતે પણ મદદરૂપ થ‌ઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp