સુરતના મલ્ટીપ્લેક્સ-મોલ અને ફુડપ્લાઝામાં આરોગ્ય વિભાગના દરોડા

PC: mumbailive.com

સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટીમે સુરતની ફાઈવ સ્ટાર હોટલોમાં દરોડા પડ્યા બાદ 22 મેંના રોજ સુરતના મલ્ટીપ્લેક્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં રાંદેર, સરથાણા, પીપલોદ, પાલ અને અઠવા ઝોનના તમામ મલ્ટીપ્લેક્સ પર આરોગ્ય વિભાગે દરોડા પડ્યા હતા અને દરેક અસ્વચ્છ કેન્ટીનમાંથી નાસ્તાના સેમ્પલ લીધા હતા.

આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો સુરત શહેરના અલગ અલગ સ્થળે જઈને સ્વછતા અંગે તપાસ હાથ ધરી હતી તેમજ મલ્ટીપ્લેક્સોના ફૂડ વિભાગમાં જઈને ખોરાકની ગુણવત્તા તપાસવામાં આવી હતી અને ફૂડના સેમ્પલ લઈને ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા જેમાં ચાર જગ્યાઓને બંધ કરાવવામાં આવી છે.

આઠ જગ્યાઓને નોટીસ આપેલી છે. ત્રણ જગ્યાઓને સુચના આપેલી છે અને ત્રણના લાયસન્સ જપ્ત કરી લીધા છે આમ કુલ 18 જગ્યાયો વિરુદ્ધ આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. આ જગ્યાઓમાં શહેરના પ્રખ્યાત મલ્ટીપ્લેક્સ જેવાકે રાજહંસ સિનેમા, સેન્ટ્રલ મોલ, વેલેન્ટાઈન સિનેમા, સીટી પ્લસ, ડી આર વલ્ડ અને દીપકમલ મોલના ફૂડ પ્લાઝાનો સમાવેશ થાય છે અને કેટલાક પ્રખ્યાત ફૂડ ઝોન જેવાકે મેકડોનાલ્ડ, કેફે ફૂડ એક્સપ્રેસનો પણ સમાવેશ થાય છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp