ઉકાળો પીને ઇમ્યુનિટી વધારનારા મોટા ભાગે કરે છે આ 5 ભૂલ, શરીર પર પડશે ઉંધી અસર

PC: deccanherald.com

આપણું ઇમ્યુનિટી સિસ્ટમ શરીરને બીમારીઓથી લડવામાં તાકત આપે છે એટલે કોરોના વાયરસનું જોખમ વધતા જ ડૉક્ટર્સ લોકોને ઉકાળો પીવાની સલાહ આપે છે જે ઇમ્યુનિટીને ઇમ્પ્રૂવ કરે છે. ડૉક્ટર્સનું કહેવું છે કે ઉકાળો બનાવતી વખત જાણતા અજાણતામાં મોટા ભાગે લોકો એવી ભૂલ કરે છે જેથી શરીર પર ઊંધી અસર થવા લાગે છે. ઇમ્યુનિટી વધારનારા ઉકાળામાં જો ગુણકારી તત્વોની યોગ્ય માત્રાનો ખ્યાલ ન રાખવામાં આવે તો તેના નુકસાન પણ ઝીલવા પડે છે.

ઉકાળો પીનારા લોકો કરે છે આ પાંચ ભૂલ:

ઉંમર, હવામાન અને હેલ્થને મોનિટર કરવા જરૂરી:

એક્સપર્ટનું કહેવું છે કે ઉકાળો પીનારા લોકોની ઉંમર, હવામાન, હેલ્થને મોનિટર કરવા જરૂરી છે. રેગ્યૂલર ઉકાળો પીનારા નબળા સ્વાસ્થયના લોકોને કેટલીક મોટી પરેશાની થઈ શકે છે જેમ કે નાકમાંથી લોહી વહેવું, મોંમાં છાલા પડવા, એસિડિટી, પેશાબ આવવામાં સમસ્યા અને ડાઈઝેશનની સમસ્યા તમને ઘેરી શકે છે. એવામાં તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

ઉકાળો બનાવવામાં આ વસ્તુઓનો ઉપયોગ:

ઉકાળો બનાવવામાં મોટા ભાગના લોકો કાળું મરચું, હળદર, ગિલોય, અશ્વગંધા, ઇલાઇચી અને સૂંઠનો ઉપયોગ કરે છે. આ બધી વસ્તુ તમારા શરીરને ખૂબ ગરમ કરી દે છે. શરીરનું તાપમાન અચાનક વધવાથી નાકમાંથી લોહી વહેવું કે એસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે.

ઉકાળો બનવા ઉપયોગ થતી વસ્તુઓનું સંતુલન જરૂરી:

ઉકાળો બનાવવા માટે તમે જે વસ્તુઓનો ઉપયોગ કરો છો તેની માત્રામાં સંતુલન હોવું જરૂરી છે. જો ઉકાળો પીવાથી તમને કોઈ પરેશાની થઈ રહી છે તો તેમાં દાલચીની, કાળું મરચું, અશ્વગંધા અને સૂંઠની માત્રા ઓછી જ રાખવી જોઇએ.

સાવધાની જરૂરી:

શરદી કે માથાના દુઃખાવાથી પરેશાન લોકો માટે ઉકાળો ફાયદાકારક માનવામાં આવે છે. જોકે કેટલાક લોકોએ તેમાં મોટી સતર્કતા રાખવી જોઈએ. ખાસ કરીને એ લોકોએ જેમને પિત્તની પરેશાની છે. એ લોકોએ ઉકાળામાં કાળું મરચું, સૂંઠ અને દાલચીનીનો ઉપયોગ કરતી વખત ખાસ સાવધાની રાખવી જોઈએ.

રેગ્યૂલર ઉપયોગ ન કરતા હો તો ઓછા પ્રમાણમાં ઉકાળો લેવો:

જો તમે ઉકાળાનો રેગ્યૂલર ઉપયોગ કરતા ન હોવ તો તેને ઓછા પ્રમાણમાં લેવો જ યોગ્ય રહેશે. ઉકાળો બનાવતી વખત વાસણમાં માત્ર 100 મિલીલીટર પાણી નાખો. પછી જરૂરી વસ્તુઓને મળાવ્યાં બાદ તેને ત્યાં સુધી ઉકાળવામાં આવે જ્યાં સુધી ઉકાળો 50 મિલીલીટર ન થઈ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp