ગુજરાતમાં આ ફાર્મા કંપનીઓની દવા નબળી ગુણવત્તા વાળી છે, ધ્યાન રાખજો
કેન્દ્રના આરોગ્ય મંત્રાલય હેઠળ આવતી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ર્ઓગેનાઇઝેશન (CDSCO)એ ગુજરાતની કેટલીક ફાર્મા કંપનીઓની દવાને સબસ્ટાન્ડર્ડ એટલેકે નબળી ગુણવત્તા વાળી જાહેર કરી છે.
અલ્કેમ હેલ્થ સાયન્સની ડેંગયુ સહિતના વાયરલ ચેપથી બચવા માટે વપરાતી એમોક્સીલીન એન્ડ પોટેશિયમ ક્લેવુનેટને નબળી ગુણવત્તા વાળી જાહેર કરી છે. ઉપરાંત આ જ કંપનીની પેન્ટેલ પ્રાઝોલ જે એ એસીડીટી અને પેટની તકલીફની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેને પણ સબસ્ટાન્ડર્ડ જાહેર કરી છે.
એલ્કિમ ફાર્માની પેઇન કિલર, મેડિ વિઝન હેલ્થ કેરની ઇન્ફ્યુઝન સીટ એનવી, ઓર્નેટ ફાર્માની પેઇન કિલર આઇબુ પ્રોફોન બ્લુફાર્મ ફોર્ટે, અલ્પ્રાઝોલમ ટેબ્લેટ, સાલબુટામેટલ જે અસ્માની દવા છે, અસોજ સોફ્ટ કેપની વિટામીન સીની સોફ્ટ જેલ અને વિટામીન બી કોમ્પલેબને નબળી ગુણવત્તાવાળી જાહેર કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp