લોકડાઉનમાં વધી એરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યા, આ 5 આદતો છે જવાબદાર

PC: wp.com

કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉન દરમિયાન લોકોમાં એરેક્ટાઈલ ડિસફંક્શન (નપુંસકતા)ની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. એક સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, લોકડાઉનમાં ખૂબ વધારે સ્ટ્રેસ અને આલ્કોહોલના કારણે આ સમસ્યા વધી ગઈ છે. સુપર ડ્રગ ઓનલાઈન ડૉક્ટરના જણાવ્યા અનુસાર, છેલ્લાં એક મહિનાની સરખામણીમાં એરેક્ટાઈલ ડિસફંક્શન સર્વિસની માગમાં 13 ટકાનો વધારો થયો છે. આથી, તેમાં કોઈ બેમત નથી કે લોકડાઉનના કારણે ઘરમાં કેદ લોકો માટે આ મોટી મુશ્કેલી બની ગઈ છે.

એટલું જ નહીં, ગુગલ ટ્રેન્ડનો ડેટા પણ એ વાત તરફ ઈશારો કરે છે કે, ઓનલાઈન સર્ચમાં નપુંસકતાને લઈને સતત જાણકારીઓ સર્ચ કરવામાં આવી રહી છે. છેલ્લાં 12 મહિનાની સરખામણીમાં આ મુશ્કેલી સૌથી વધુ હોઈ શકે છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, તણાવ, થાક, બેચેની, સ્મોકિંગ અને વધુ પડતા આલ્કોહોલના કારણે આ સમસ્યા વધી શકે છે.

આમ તો એરેક્ટાઈલ ડિસફંક્શનમાંથી છૂટકારો મેળવવા માટે ઘણી દવાઓ ઉપલબ્ધ છે, પરંતુ તે પહેલા તેના કારણને સમજવું જરૂરી છે. જરૂરી નથી કે, તેની સારવાર માત્ર દવાથી જ સંભવ છે. તમે પોતાના લાઈફસ્ટાઈલમાં બદલાવ કરીને પણ તેનાથી છૂટકારો મેળવી શકો છો. અહીં એરેક્ટાઈલ ડિસફંક્શનના અન્ય કારણો જણાવવામાં આવ્યા છે, જે નીચે મુજબ છેઃ

જાડાપણું

રિપોર્ટ અનુસાર, વધુ પડતું વજન વધવાને કારણે હૃદય રોગ, ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ રહે છે. આ કારણોને લઈને પણ એરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યા થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર, 42 ઈંચ કરતા વધુ કમર ધરાવતા 50 ટકા લોકોમાં એરેક્ટાઈલ ડિસફંક્શનની સંભાવના રહેલી છે.

સ્મોકિંગ

સિગરેટ તમારા ફેફસાને ખરાબ કરવાની સાથોસાથ એરેક્ટાઈલ ડિસફંક્શન માટે પણ જવાબદાર હોય છે. રેસ્પિરેટરી સિસ્ટમ ખોખલી કરનારો ધૂમાડો કેમિકલ બોડીની નેચરલ સ્ટિમ્યૂલેશન પ્રોસેસ બાધિત કરે છે.

ડાયટ

એક રિપોર્ટ અનુસાર, માણસની ખોટા ખાન-પાનની આદતોને કારણે પણ એરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યા થઈ શકે છે. આથી, તેનાતી છૂટકારો મેળવવા પોતાના ડાયટમાં વધુ પોષક તત્વોવાળા ફળ, શાકભાજી, અનાજ અને માંસ-માછલીનો સામેલ કરો.

વોકિંગ

હાર્વર્ડ યુનિવર્સિટીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દરરોજ 20 મિનિટ ચાલવાથી એરેક્ટાઈલ ડિસફંક્શનનું જોખમ 41 ટકા સુધી ઘટી શકે છે. વચ્ચેની ઉંમરમાં એક્સરસાઈઝ દ્વારા પણ સેક્સ્યુઅલ પરફોર્મન્સને સારું બનાવી શકે છે.

સ્ટ્રેસ

તણાવગ્રસ્ત અથવા બેચેની અનુભવતા લોકો પણ આ બીમારીનો શિકાર બની શકે છે. જ્યારે આ સમસ્યાને કાઉન્સિલિંગ અથવા કોગ્નોટિવ બિહેવિયરલ થેરાપીની મદદથી દૂર કરી શકાય છે. તણાવ મુક્ત રહેવા માટે તમે ઘણી બધી અન્ય એક્ટિવિટીનો સહારો પણ લઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp