આ કારણે શહેરી બાળકો શારીરિક રીતે વધુ નબળા હોય છે

PC: momjunction.com

તાજેતરમાં જ સામે આવેલી એક રિસર્ચમાં ખબર પડી હતી કે, ભારતમાં ધોરણ 6થી ધોરણ 10 વચ્ચે ભણનારા શહેરી બાળકોમાંથી ફક્ત 18% બાળકો જ રોજ ફળ ખાય છે. સરવેમાં દેશના મોટાભાગના બાળકોની ખાવાની ખરાબ આદતો વિશે ખુલાસો થયો હતો. દેશમાં 100થી વધુ સ્કૂલ ચલાવી રહેલા પોદ્દાર એજ્યુકેશન ગ્રુપ દ્વારા આ સરવે કરવામાં આવ્યો હતો. એક દિવસમાં એકવાર પ્રોટીન ખાનારા બાળકોની સંખ્યા પણ 14% જ છે, જે પહેલાના મુકાબલે ઓછી છે, આને કારણે બાળકોને પૂરતું પોષણ નથી મળતું અને તેઓ શારીરિક રીતે નબળા રહે છે. જેની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારોના બાળકો પ્રોટીનયુક્ત ખોરાક વધુ ખાય છે, જેને કારણે તેઓ શારીરિક રીતે પણ મજબૂત હોય છે. આ સિવાય શહેરી બાળકો જંક ફૂડને કારણે પણ શારીરિક રીતે મજબૂત નથી બની રહ્યાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.