વરિયાળીનું સેવન કરવાથી દૂર થઇ જશે સ્વાસ્થ્ય સંબંધિત આ બીમારીઓ

PC: blogger.com

આધુનિક યુગમાં ઘણાં પ્રકારની દવાઓ તેમજ ઔષધીયો મળે છે તમે છતાંય લોકો અનેક બીમારીના ભોગ બને છે. ત્યારે વરિયાળીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણાં પ્રકરાની બીમારીઓ દૂર થાય છે. વરિયાળી ટેસ્ટી હોવાની સાથે જ ઘણાં ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. જ્યારે શરીરમાં આર્યન અને પોટેશિયમની ઉણપ રહેશે ત્યારે સ્ત્રીઓને પીરિયડ્સમાં અનિયમિતતા આવવા લાગે છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આર્યન, પોટેશિયમ જેવા ગુણકારી તત્વ આવેલા હોય છે. જો તમારો પીરિયડ્સ સમયસર નથી તો તમે દરરોજ ભૂખ્યા પેટ ગરમ પાણીના સાથે 1 ચમચી વરિયાળી લઇ આ સમસ્યાને દૂર કરી શકો છો. જે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે, વરિયાળીનું સેવનથી કબજિયાત પણ દૂર થાય છે. તો આવો જોઇએ વરિયાળીના ફાયદા વિશે...

આંખો માટે લાભદાયી

વરિયાળી ખાવાથી આંખોની રોશની તેજ રહે છે. દરરોજ ભોજન બાદ 1 ચમચી વરિયાળી ખાઓ. વરિયાળીનું ચૂર્ણ તમે પાણીના સાથે પણ લઇ શકો છો.

ઉધરસને કરો દૂર

10 ગ્રામ વરિયાળીને મધમાં ઉમેરી 2-3 વાર સેવન કરવાથી ઉધરસ દૂર થાય છે. તેમજ 1 ચમચી વરિયાળી અને 2 ચમચી અજમોને અડધા લીટર પાણીમાં ઉકાળી લો અને પછી તેમાં 2 ચમચી મધ મિક્સ કરી છાણી લો. આ ઉકાળાની 3 ચમચીને 1-1 કલાકના અંતર પર પીવાથી ઉધરસ ફટાફટ દૂર થાય છે.

બાળકોની મુશ્કેલી થશે દૂર

નાના માસુમ હંમેશા પાચન સમસ્યાથી પરેશાન રહે છે. બાળકોનો પેટ સંબંધિત રોગ દૂર કરવા માટે 2 ચમચી વરિયાળીના ચૂર્ણને 2 કપ પાણીમાં બરાબર ઉકાળો. જે બાદ તેને છાણી લો. એક-એક ચમચી દિવસમાં 2 થી 3 વાર પીવળાવાથી પેટની પીડા દૂર થાય છે.

યાદ શક્તિ વધારો

મોટાભાગના લોકોને યાદ શક્તિ ધીમી હોય છે. ત્યારે યાદ શક્તિ વધારવા માટે વરિયાળીનું સેવન કરી શકો છો. એટલા માટે વરિયાળી અને સાકરને સરખા પ્રમાણમાં ઉમેરી ચૂર્ણ બનાવો. ભોજન બાદ આ મિશ્રણની 2 ચમચી સવાર- સાંજ સેવન કરવાથી યાદ શકિત તેજ રહેશે.

કબજિયાતની સમસ્યા કરો દૂર

વરિયાળીનું નિયમિત સેવન કરવાથી પેટ અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. એટલા માટે વરિયાળીને સાકરના સાથે ક્રશ કરી ચૂર્ણ બનાવી લો અને 5 ગ્રામ ચૂર્ણને સુતા સમયે હળવા ગરમ પાણીના સાથે સેવન કરો. જેથી પેટની સમસ્યાથી છુટકારો મળે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp