ઝડપથી ફેલાઇ રહ્યું છે લાઇટ પોલ્યુશન, રાત્રે આકાશ દેખાતું બંધ થઇ જશે

PC: awwwards.com

રાતે આકાશ થોડા સમય પછી આપણને દરેકને દેખાતું બંધ થઇ જશે. વર્ષ 2011થી 2022 દરમિયાન રાતના આકાશની બ્રાઇટનેસમાં 7થી 10 ટકાનો ઘટાડો આવ્યો છે. એટલે કે, જમીનને રોશન કરી રહેલો માનવ નિર્મિત પ્રકાશ આકાશને ધુંધળું કરી રહ્યો છે. આ ખુલાસો આખી દુનિયામાં કરવામાં આવેલા એક સ્ટડીમાં કરવામાં આવ્યો છે.

રાતે આકાશ ધીમે ધીમે પોતાની સુંદરતા ખોઇ રહ્યું છે. તેનું કારણ છે પ્રકાશ પ્રદુષણ. આખા વિશ્વને પ્રકાશિત કરવાના ચક્કરમાં આપણે પોત પોતાના આકાશને ગુમાવી રહ્યા છીએ. કારણ કે, ધરતી પર સતત વધતા લાઇટ પોલ્યુશનના કારણે આપણી આંખો અને વાયુ મંડળ વચ્ચે પ્રકાશ પરાવર્તન વધારે થઇ રહ્યું છે. તેથી તમારી નજરને આકાશ ધુંધળું દેખાય છે. આકાશમાં તારાને જોવાની માત્રા ઓછી થઇ રહી છે.

આ વસ્તુ સ્ટડી માટે ઉત્તર અમેરિકા, યુરોપ, એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાને પસંદ કરવામાં આવ્યા હતા. વિશ્વ ભરના 19 હજાર લોકેશનથી 29 હજાર લોકોને પૂછવામાં આવ્યું હતું કે, તમને રાતનું આકાશ ચોખ્ખું દેખાય છે? ગયા એક દાયકાથી અત્યાર સુધી કેટલો ફરક આવ્યો છે. તો દુનિયા ભરના સીટિઝન સાઇન્ટિસ્ટ્સે તેનો જવાબ માગ્યો. જે બાદ લાઇટ પોલ્યુશનનો એક રિપોર્ટ બનાવવામાં આવ્યો. જેમાં કહેવાયું છે કે, ગયા એક દાયકામાં ધરતી પર પ્રકાશ પ્રદુષણ વધ્યું છે. રાતના આકાશની સ્પષ્ટતા 7થી 10 ટકા ઓછી થઇ ગઇ છે.

અત્યારની સ્થિતિએ છે કે, જો તમે ઓછા પ્રદુષણ વાળા સ્થાન પર જાઓ છો તો તમને આકાશમાં ઘણા બધા તારા દેખાશે. પણ કોઇ શહેરમાં જતાની સાથે જ તે ઓછું થઇ જાય છે. ખરેખર તે ઓછું નથી થતું. તમને વાયુ અને પ્રકાશ પ્રદુષણના કારણે ઓછું દેખાય છે. માણસો દ્વારા બનાવવામાં આવેલો પ્રકાશ ધરતી પર ચારે બાજુ લાઇટ રિફ્લેક્શન કરે છે કે, તમારી આંખોને આકાશના તારા ધુંધળા દેખાય છે.

GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિસના ફિઝિસિસ્ટ ક્રિસ્ટોફર કીબાએ કહ્યું કે, આ સ્ટડી બે મુદ્દાના કારણે મહત્વની છે. પહેલો એ કે, પહેલી વખત વૈશ્વિક સ્તર પર રાતના આકાશની બ્રાઇટનેસની સ્ટડી કરવામાં આવી છે. બીજી વાત એ કે, આખા વિશ્વમાં રાતનો પ્રકાશ ઓછો કરવા માટે બનાવવામાં આવેલા નિયમોનું પાલન ન કરવું. વિકાસનના નામ પર જે રીતે માણસો દ્વારા નિર્મિત પ્રકાશ વધી રહ્યો છે, તે પ્રાકૃતિક નઝારા માટે ખતરનાક સાબિત થઇ રહ્યું છે.

કીબા કહે છે કે, ગયા એક દાયકામાં વધતી આર્ટિફિશયલ લાઇટટના કારણે પડી રહેલા પર્યાવરણીય અસર પર ઘણી સ્ટડી થઇ રહી છે. આખા વિશ્વમાં તેના માટે નિયમો બનાવવામાં આવી રહ્યા છે. વાયુમંડળમાં પ્રકાશની માત્રાને લઇને ચર્ચા કરવામાં આવી રહી છે, જેથી આપણે પોતાના આકાશને જોઇ શકીએ. પણ જેટલી ઝડપથી આર્ટિફિશયલ લાઇટ વધી રહી છે. એ વિકાસ નથી પણ પ્રદુષણ છે. વર્ષ 2017માં સેટેલાઇટ્સની મદદથી કરવામાં આવેલા સ્ટડી અનુસાર માણસો દ્વારા બનાવવામાં આવેલો પ્રકાશ દર વર્ષે આ વિસ્તારની બ્રાઇટનેસ 2 ટકાના દર સાથે વધારી રહી છે.

આધુનિક LED લાઇટ્સના કારણે આ સમસ્યા ઝડપથી વધી રહી છે. થોડા વર્ષો પછી આકાશની સુંદરતા દેખાવાની બંધ થઇ જશે. સૌથી મોટો પ્રોબ્લેમ સેટેલાઇટ્સને છે. કારણ કે, આટલા બધા પ્રકાશના કારણે ધરતી પર નજર રાખવી મુશ્કેલ પડે છે. લાઇટના રિફ્લેક્શનના કારણે તેના સિગ્નલ અને કેમેરા પ્રભાવિત થાય છે. તેનાથી ડેટામાં અંતર આવે છે.

લાઇટ પોલ્યુશનની અસર ફક્ત આકાશ અને અંધારા પર જ નથી પડતી. તેની અસર માણસો અને જાનવરો પર પણ થાય છે. તેના કારણે આગિયાઓની પ્રજાતિ ખતમ થવા લાગી છે. જાનવરોના સંચારની રીત બદલાઇ રહી છે. સાથે જ તેમનું રાતનું જીવનચક્ર ખરાબ થાય છે. હવે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, લાઇટ પોલ્યુશન ઓછું કરવાની એક જ રીત છે. લાઇટ આપનારા યંત્રોની દિશા, માત્રા અને પ્રકારમાં સુધારો લાવવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp