શિયાળાની ઠંડીમાં ઘણાં લોકો ખોટી રીતે નહાતા હોય છે, બને છે હાર્ટ એટેકનું કારણ
સ્નાન કરવાથી શરીરમાંથી ગંદકી દૂર થાય છે અને વ્યક્તિ તાજગી અનુભવે છે. પરંતુ ઠંડીમાં ખોટી રીતે નહાવાથી હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે. ડૉક્ટરે કહ્યું કે ઠંડા વાતાવરણમાં નહાવાની સાચી રીત કઈ છે અને પહેલા પાણી ક્યાં રેડવું.
શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકના વધુ કેસો જોવા મળે છે. આમાંના ઘણા કિસ્સાઓમાં, બાથરૂમની અંદર હૃદયરોગનો હુમલો આવે છે. જેના કારણે ઘણા લોકોના જીવ બચી શકતા નથી. તેની પાછળનું કારણ નહાવાની ખોટી રીત હોઈ શકે છે અને લગભગ 90 ટકા લોકો આ રીતે જ સ્નાન કરે છે.
ઠંડીમાં, રક્તવાહિનીઓ સંકોચાય જાય છે અને હૃદયને લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. તેનાથી હૃદય પર દબાણ વધે છે અને હાર્ટ એટેક આવી શકે છે. જેણે કોલેસ્ટ્રોલની સમસ્યા હોય છે તેમને આનું જોખમ વધારે હોય છે.
આવી ઋતુમાં સ્નાન કરતી વખતે ભૂલ કરવી મોંઘી સાબિત થઈ શકે છે. ડોક્ટર નિશાંત ગુપ્તાનું કહેવું છે કે, ગરમ પાણી પણ આ ખતરાથી બચાવી શકતું નથી. તમે ઠંડા પાણીથી સ્નાન કરો કે ગરમ પાણીથી સ્નાન કરો, જો યોગ્ય રીતે સ્નાન ન કરતા હોય તો હંમેશા જોખમ રહે જ છે.
જ્યારે કોઈ વ્યક્તિ સ્નાન કરવા જાય છે, ત્યારે તે સૌથી પહેલા તેના માથા પર પાણી રેડે છે અને અહીંથી જ ભૂલની શરૂઆત થાય છે. જે લોકો મોટાભાગે સ્નાન કરે છે તેઓ આ ભૂલ કરે છે. સૌપ્રથમ માથા પર પાણી નાખવાથી હાર્ટ એટેકનો ખતરો અનેકગણો વધી જાય છે.
તબીબોનું કહેવું છે કે, પાણી ઠંડુ હોય કે ગરમ, આવા ઠંડા વાતાવરણમાં સૌપ્રથમ માથા પર પાણી ન નાખવું જોઈએ. સૌથી પહેલા તમારા પગ પર થોડું પાણી રેડો અને તેમને ઘસો. આ પછી પેટ પર પાણી રેડીને તેણે ઘસો, અને પછી છાતી પર પાણી નાખીને ઘસો. ત્યાર પછી માથા પર પાણી રેડવું જોઈએ.
ડૉક્ટરનું કહેવું છે કે, ઠંડીમાં નહાવાની આ પદ્ધતિ શરીરની અંદર એક પ્રકારનું થર્મોસ્ટેટ બનાવે છે. જે શરીરનું તાપમાન સામાન્ય રાખે છે. અહીં તમને જણાવી દઈએ કે, થર્મોસ્ટેટ એક એવું ઉપકરણ છે જેનો ઉપયોગ તાપમાનને નિયંત્રિત કરવા માટે થાય છે.
જે લોકોને કોલેસ્ટ્રોલ કે ડાયાબિટીસનું પ્રમાણ વધારે હોય તેમણે વધુ સાવચેત રહેવું જોઈએ. ઠંડીમાં પગમાં દુખાવો રહેવો, થાક લગાવો, છાતીમાં દુખાવો થવો જેવી સમસ્યાઓ હૃદયની નબળી હાલતનો સંકેત આપે છે. ત્યાર પછી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.
નોંધ : આ લેખ ફક્ત સામાન્ય જાણકારી માટે જ આપવામાં આવ્યો છે, તે કોઈ રીતે દવા અથવા સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધારે વિગત માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp