દર્દીઓ સાથેના વર્તાવ પર MBBS વિદ્યાર્થીઓને મળશે માર્ક્સ,આ 4 માટે પણ મૂલ્યાંકન
દર્દીઓ સાથે ડોકટરનો વર્તાવ ઘણું મહત્ત્વ ધરાવતો હોય છે. જો ડોકટર દર્દી સાથે એકદમ વિનમ્રતાથી અને સારી રીતે વાત કરી તો દર્દીનું અડધું દુખ આમ જ ગાયબ થઇ જતું હોય છે. પરંતુ જો ડોકટરો કડકાઇ દાખવે તો દર્દી દુખી થઇ જતા હોય છે. કદાચ આ વાતને ધ્યાનમાં રાખીને મેડિકલ કોલેજો MBBSના વિદ્યાર્થીઓને દર્દીઓ સાથેના વ્યવહાર પર માર્કસ આપવાની છે.
હવે MBBS નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ દર્દીઓ સાથેના સારા વર્તન પર માર્કસ આપવામાં આવશે. ઉત્તરાખંડમાં આવેલી Haldwani ગર્વમેન્ટ મેડિકલ કોલેજે મેડિકલ વિદ્યાર્થીઓના વર્તનને સુધારવા માટે આ મોટું પગલું ભર્યું છે. આ માટે પ્રોફેસરોને યોગ્ય તાલીમ આપવામાં આવી છે જેથી તેઓ વિદ્યાર્થીઓને યોગ્ય તાલીમ આપી શકે. કોલેજ મેનેજમેન્ટનો એવો પ્રયાસ છે કે વિદ્યાર્થીઓ જ્યારે ડોક્ટર બને ત્યારે તેઓ એક તબીબની સાથે સાથે સારા માનવી પણ બને.
હિન્દુસ્તાન લાઈવના એક અહેવાલ મુજબ, MBBS કરી રહેલા વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન પ્રાથમિક સારવાર માટે લગભગ તમામ કૌશલ્યો શીખી લીધા છે. આમાં સ્યુચરિંગ, બ્લડ પ્રેશર માપવા, જીવન બચાવવાની ટેક્નોલોજી સહિતની ઘણી સારવારનો સમાવેશ થાય છે. પરંતુ હવે માત્ર પ્રોફેશન સંબંધિત કૌશલ્ય પૂરતું નથી. સારા ડૉક્ટર બનવા માટે વિદ્યાર્થીઓએ નમ્ર વર્તન પણ રાખવું જોઈએ. નેશનલ મેડિકલ કાઉન્સિલ (NMC) એ પણ આ વિશે ગાઇડલાઇન જારી કરી છે.
મેડિકલ કોલેજોના ઘણા પ્રોફેસરો માટે મેડિકલ એજ્યુકેશનમાં બેઝિક કોર્સ (BCME) પણ શરૂ કરવામાં આવ્યો છે જેથી તેઓ મેડિકલ વિદ્યાર્થીઓને વધુ સારી રીતે તાલીમ આપી શકે. મેડિકલ સ્ટુડન્ટ્સે મેડિકલ એથિક્સ, સામાન્ય લોકો સાથે કેવી રીતે વર્તવું અને દર્દીઓ સાથે કેવી રીતે વાત કરવી તેનું જ્ઞાન પણ ફરજિયાતપણે શીખવું પડશે. MBBSના 5 વર્ષના અભ્યાસ દરમિયાન દર વર્ષે તેમને આ શીખવવામાં આવશે અને તેમના પરિણામોમાં તેના અલગ માર્કસ પણ ઉમેરવામાં આવશે.
ફેકલ્ટી સભ્યોએ પરીક્ષા સમયે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરતી વખતે આ ચાર બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે. આમાં થિયરીનું જ્ઞાન, તબીબી જ્ઞાન, મનોવૈજ્ઞાનિક જ્ઞાન અને વાતચીત કૌશલ્ય (વ્યવહારિક જ્ઞાન) નો સમાવેશ થાય છે. તમામ વિદ્યાર્થીઓ માટે આ ચાર કેટેગરીમાં પાસ થવું ફરજિયાત રહેશે.
આ બાબત દરેક ગર્વમેન્ટ મેડિકલ કોલેજોમાં દાખલ કરવી જોઇએ, કારણકે તબીબને લોકો ભગવાન માનતા હોય છે. પરંતુ કેટલાંક તબીબો દર્દીઓ સાથે ગેરવર્તન કરતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp