સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ચેતવણી, દવા ખરીદતા પહેલા લાલ લાઈન પર આપો ધ્યાન

PC: twimg.com

એવું કહેવામાં આવે છે કે ડોક્ટરની સલાહ વગર દવા લેવી જોઈએ નહિ. જો તમે બીમાર હોવ કે પછી તમને સ્વાસ્થ્ય સંબંધે કોઈ સમસ્યા હોય તો તરત ડોક્ટરને દેખાડો અને તેમણે જણાવેલી દવાનું સેવન કરો.

આમ છતાં કોઈ ચેતવણી માન્યા વગર દર્દીઓ કે તેમના પરિજનો ટીવી કે સોશિયલ મીડિયામાં જાહેરાતો જોઈને ડોક્ટરની સલાહ વગર ગમે તે દવા લઈ લે છે. આગળ જતા જેના ગંભીર પરિણામો આવી શકે છે. લોકોની આ આદત જોતા જ સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના ટ્વીટર હેન્ડલથી એક પોસ્ટ શેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કઈ દવાઓ ડોક્ટરની સલાહ વગર લેવી જોઈએ નહિ.

આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જવાબદાર બનો અને ડોક્ટરની સલાહ વગર લાલ સ્ટ્રીપવાળી કોઈ પણ દવાના પત્તાની ટેબલેટનું સેવન ન કરો. તમે જવાબદાર તો દવા અસરદાર.

જો તમે ધ્યાન આપ્યું હોય તો દવાઓના પત્તા પર લાલ રંગની પટ્ટી બનાવવામાં આવી છે, પરંતુ શું તમે જાણો છો કે આ પટ્ટીનો અર્થ શું છે?  જે દવાના પત્તાઓ પર લાલ લીટી હોય છે જેને ડોક્ટરની સલાહ વગર ક્યારેય લેવી જોઈએ નહીં.

કેટલીક દવાઓ જેમ કે એન્ટીબાયોટિક્સના પત્તા પર એક લાલ ઊભી લીટી હોય છે. તેનો અર્થ એવો થાય છે કે આ દવાઓ ફક્ત ડોક્ટરની સલાહ મુજબ જ લેવી જોઈએ. હંમેશા ડોક્ટર દ્વારા બતાવવામાં આવેલી દવાઓનો પૂરો કોર્સ કરો.

સાથે જ તમને જણાવી દઇએ કે લાલ લાઇન વાળી દવાઓને મેડિકલ સ્ટોર વાળા પણ ડૉક્ટરની રિસિપ્ટ અથવા રસીદ વગર વેચી શકે નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp