સગીર પુત્રીએ બીમાર પિતાને લીવરનું દાન કર્યું, આવું દીકરી જ કરી શકે

PC: abplive.com

દીકરી એટલે વ્હાલનો દરિયો, એવું કહેવાય છે કે દીકરીને પિતાનું વધારે લાગે. મધ્ય પ્રદેશના ઇંદોરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સગીર દીકરીએ પોતાના પિતાને લીવરનું દાન કરીને પિતાની જિંદગી બચાવી છે.

ઇંદોરના ગામડામાં ખેતીનું કામ કરતા 42 વર્ષના ખેડુત શિવનારાયણ બાથમ છેલ્લાં 6 વર્ષથી લીવરની ગંભીર બિમારીથી પિડાઇ રહ્યા હતા. તેમને 5 દીકરીઓ છે, તેમાં સૌથી મોટી 17 વર્ષની દીકરી પ્રીતિએ પિતા માટે પોતાના લીવરનું દાન કરવાની ઇચ્છા વ્યકત કરી. નિયમ એવો છે કે 18 વર્ષની નીચેની વ્યકિત અંગદાન કરી શકે નહીં. આ બાબતે હાઇકોર્ટને વિનંતી કરવામાં આવી. રાજ્યના મેડિકલ બોર્ડે પ્રીતિની તપાસ કરીને તે લીવરનું દાન કરી શકે છે, તેવો રિપોર્ટ આપ્યો અને હાઇકોર્ટે પછી મંજૂરી આપી.દીકરીના આ યોગદાનથી શિવનારાયણની આંખમાં આંસૂ આવી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp