મંકીપોક્સને લઈને એક્સપર્ટ્સે જણાવ્યું તે હવાથી ફેલાય છે કે નહીં

PC: ndtv.com

કોરોના વાયરસના વધતા કેસો સાથે મંકીપોક્સના સંક્રમણે આખી દુનિયાને એક નવી મુશ્કેલીમાં નાખી દીધી છે. દુનિયાના લગભગ 29 દેશોમાં મંકીપોક્સના કેસ સામે આવી ચૂક્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જણાવ્યું કે, અત્યાર સુધી મંકીપોક્સના 1000થી વધુ કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે. આ દરમિયાન વિશેષજ્ઞોએ મંકીપોક્સ વાયરસને લઈને એક હેરાન કરનારો ખુલાસો કર્યો છે. US સેન્ટર ફોર ડિસિઝ એન્ડ પ્રીવેન્શન (CDC)ના વિશેષજ્ઞોએ કહ્યું કે, મંકીપોક્સ વાયરસ હવાથી પણ ફેલાય છે.

વિશેષજ્ઞોનું કહેવું માનીએ તો, જો એક સંક્રમિત વ્યક્તિ સાથે સતત સામસામે સંપર્કમાં કોઈ રહે છે તો આ વાયરસ હવાથી ફેલાઈ શકે છે. જોકે એક્સપાર્ટ્સનું માનવું છે કે મંકીપોક્સ વાયરસ હવામાં વધારે અંતર નક્કી કરી શકતો નથી. એક્સપર્ટ્સ લોકોને મસ્ક પહેરવાની સલાહ આપી છે. ડેઇલી મેલના રિપોર્ટ મુજબ, શુક્રવારે એક બ્રિફિંગ દરમિયાન CDC પ્રમુખ રોશેલ વૉલેન્સકીએ કહ્યું કે, ઘણી જગ્યાઓ પર રોગસૂચક દર્દીઓ સાથે શારીરિક સંપર્ક અને તેના કપડાં અને પથારીના સ્પર્શથી મંકીપોક્સ થઈ રહ્યો હતો.

CDCએ યાત્રીઓ અને લોકોને મંકીપોક્સથી બચવા માટે માસ્ક પહેરવાની સલાહ આપી છે અને તેની સાથે જ મંકીપોક્સથી સંક્રમિત વ્યક્તિ પાસે જવાથી બચવા માટે કહ્યું છે. CDCએ પોતાની બ્રિફિંગમાં એ પણ સ્પષ્ટ કર્યું કે, શરીરમાં ફોલ્લી ઉત્પન્ન કરનારો મંકીપોક્સ વાયરસ કોરોના વાયરસની જેમ હવામાં વધારે સમય સુધી જીવિત રહી શકતો નથી. એક્સપર્ટે એમ પણ કહ્યું કે, આ વાયરસ કોઈ બીજાનો સામાન સ્પર્શવા કે પછી દરવાજા કે કડીને સ્પર્શ કરવાથી ફેલાતો નથી જેમ કે, આપણે પહેલા કોરોના વાયરસ દરમિયાન જોયું હતું.

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, મંકીપોક્સના અત્યાર સુધીના જેટલા કેસ સામે આવ્યા છે તે બધા સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી મળ્યા છે. CDCએ લોકોને મંકીપોક્સથી બચવા માટે માસ્ક પહેરવાની સલાહ આપી છે. CDC પ્રમુખ રોશેલ વેલેન્સકીએ કહ્યું કે, મંકીપોક્સ બીમારી કોઈ સાથે આકસ્મિક વાતચીતથી ફેલાતો નથી. જેમ કે કોઈ વ્યક્તિની દુકાન પર સામાન લેવા જાય છે કે, કોઈના ઘર બહાર કોલ બેલ વગાડવા માટે સ્પર્શે છે તો આટલા સમયમાં કોઈ સક્રમણ નહીં ફેલાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp