રાષ્ટ્રીય સંમલેન: વિવિધ શહેરોમાંથી 500થી વધુ સ્ત્રી રોગ નિષ્ણાંતો સુરતમાં આવ્યા
સુરતના સ્ત્રી રોગ નિષ્ણાંતોની સંસ્થા “સુરત ઓસ્ટ્રેટીક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી" દ્વારા 3 દિવસ રાષ્ટ્રીય સંમેલન "FOGSI Presidential Conference" નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં દેશના વિવિધ શહેરોમાંથી 500થી વધુ સ્ત્રી રોગ નિષ્ણાંતો હાજરી હતી. જેમાં મુંબઈ, અમદાવાદ, વડોદરા, શ્રીસુર(કેરલા), ચેન્નાઇ, દિલ્હી વગેરે જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે.
સંમેલનના આયોજકો ડો. પ્રફુલ દોશી, ડો. નિમિશ શેલત, આયોજક મંત્રી ડો. અર્પિત વાછાણી, ડો. દર્શન વાડેકર, ડો. રોઝી આહ્યા તેમજ ટ્રેઝરર ડો. દીપ્તિ પટેલ, ડો. નરેન્દ્ર વાઘેલા દ્વારા પ્રેસને સંબોધવામાં આવી હતી અને આ સંમેલન વિષે માહિતી આપવામાં આવી હતી. આ સંમેલનનો મુખ્ય હેતુ સ્ત્રી રોગ સારવારમાં થતા અત્યંત આધુનિક અને વૈજ્ઞાનિક પધ્ધતીઓ વિશે જાણકારી આપવાનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp