ઓનલાઇન શોપિંગની આદત પણ છે એક મેન્ટલ ડીસઓર્ડર, આવા હોય છે લક્ષણ

PC: unilad.co.uk

એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અથવા કોઈપણ ઓનલાઇન શોપિંગ વેબસાઇટ હોય તેઓ ગ્રાહકોને આકર્ષવા માટે મોટી છૂટ આપી રહ્યા છે. આ વેબસાઇટ્સ પર માત્ર તહેવારની સીઝનમાં જ નહીં, પણ ઓફ સીઝનમાં પણ સારી ઓફર્સ મળતી હોય છે. આ જ કારણ છે કે હવે મોટી સંખ્યામાં લોકો ઓનલાઇન શોપિંગને પસંદ કરે છે. કેટલાક લોકો અવારનવાર ઓનલાઇન ખરીદી કરે છે. ઓનલાઇન ખરીદી કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે અને તે એક ટેવ અને વ્યસન બની ગઈ છે. નિષ્ણાંતોના મતે ઓનલાઇન શોપિંગનું આ વ્યસન એક પ્રકારની માનસિક બિમારી છે.

તમે નહીં માનો પણ ઓનલાઇન ખરીદીની વ્યસનમાંથી મુક્તિ મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો સારવાર માટે આવે છે. જ્યારે આવા 122 લોકોની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આમાંથી 34 ટકા દર્દીઓમાં ઓનલાઇન શોપિંગનો ક્રેઝ જોવા મળ્યો હતો, જેના કારણે તેમનામાં ચિંતા અથવા હતાશાનાં લક્ષણો પણ જોવા મળ્યા છે. જર્મનીની હેન્નોવર મેડિકલ સ્કૂલના સંશોધનકારોના જણાવ્યા અનુસાર એવો સમય આવ્યો છે જ્યારે શોપિંગ ડિસઓર્ડર અથવા BSDને અલગથી વર્ગીકૃત કરી શકાય. ઉપરાંત તેને એક અલગ માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ તરીકે ધ્યાનમાં લેતા તેના વિશે વધુ માહિતી એકઠી કરવી જોઈએ.

કોમ્પ્રિહેન્સિવ સાયકિયાટ્રી નામના જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ વિકસિત દેશોમાં આશરે 5 ટકા લોકોને શોપિંગ ડિસઓર્ડર અથવા BSDનો રોગ છે. વિશ્વવ્યાપી દર 20 લોકોમાંથી 1 વ્યક્તિ તેનાથી પ્રભાવિત છે. દર 3 માંથી 1 વ્યક્તિ ઓનલાઇન ખરીદીમાં વ્યસની થઈ જાય છે. સંશોધનકારો અનુસાર, BSDથી પીડિત વ્યક્તિને શોપિંગ પર જવાની તીવ્ર ઇચ્છા થવાની શરૂઆત થાય છે. આ રોગથી પીડિત વ્યક્તિ તેના પરવડે તે કરતાં વધુ ખરીદી શરૂ કરે છે. આને કારણે વ્યક્તિ આર્થિક રીતે પણ પટકાય છે જેને લીધે પરિવારમાં મુશ્કેલીઓ શરૂ થાય છે અને બિનજરૂરી વસ્તુઓ પણ ઘરમાં એકઠી થઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp