કોરોનાકાળમાં વધી રહી છે ઉંઘ સાથે સંકળાયેલી બીમારીઓ, જાણો તેને દૂર કરવાના ઉપાયો

PC: sciencenorway.no

કોરોના વાયરસે વીતેલા એક વર્ષમાં ઘણું બધું બદલી નાંખ્યુ છે. તેમાં સૌથી વધુ પ્રભાવિત થઈ છે આપણી લાઈફસ્ટાઈલ, જેનો એક મહત્ત્વપૂર્ણ પાર્ટ છે આપણી ઉંઘ. હાલમાં જ કરવામાં આવેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, મહામારી દરમિયાન ઈન્સોમનિયાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક વર્ષમાં ઈન્સોમનિયાના દર્દીઓ 20%થી વધીને 60% થઈ ગયા. કોરોનાએ માનસિક સ્વાસ્થ્ય અને લોકોના સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કર્યા છે. તેની સીધી અસર લોકોની ઉંઘ પર પડી રહી છે. આ સ્થિતિને કોરોના સોમનિયા કહેવામાં આવે છે. કોરોના સોમનિયા શબ્દ અનિંદ્રાના મુદ્દાઓ અને કોરોના વાયરસના કારણે ઉંઘની સમસ્યાઓને દર્શાવે છે. જર્નલ ઓફ ક્લીનિકલ સ્લીપ મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર, આશરે 40 ટકા લોકોએ કોરોના બાદ ઉંઘની સમસ્યાનો અનુભવ કર્યો છે. આ સમસ્યાઓને દૂર કરવા અહીં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.

ઘણીવાર આપણે ખૂબ જ થાકી ગયા હોવા છતા આપણને ઉંઘ નથી આવતી. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાં ન્યૂરો સાયન્સ અને સાયકોલોજીના પ્રોફેસર મેથ્યૂ વોકરે જણાવ્યુ કે, આ સમસ્યાને ટાયર્ડ બટ વિયર્ડ સિંડ્રોમ કહેવામાં આવે છે. સામાન્યરીતે આવુ તણાવ અને ચિંતાના કારણે થાય છે. થાક્યા હોવા છતા તમારું મગજ નર્વસ સિસ્ટમના ફાઈટ અને ફ્લાઈટ બ્રાન્ચને એક્ટિવ રાખે છે, જેના કારણે તમે એલર્ટ રહો છો અને ઉંઘ નથી આવતી. તેને માટે નર્વસ સિસ્ટમની એક શાંત બ્રાન્ચમાં શિફ્ટ થવાની જરૂર હોય છે, જેને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કહેવામાં આવે છે. જો તમારી સાથે આવુ વારંવાર થતુ હોય તો તમારા તણાવ અને ચિંતાને ઓછા કરવા માટે સૂતા પહેલા એક્સરસાઈઝ કરો જેમકે-બ્રીધિંગ એક્સરસાઈઝ, પ્રોગ્રેસિવ મસલ્સ રિલેક્સેશન એક્સરસાઈઝ.

સૂતા પહેલા મગજ અને હૃદય વચ્ચે રેસ શરૂ થઈ જાય છે. આવામાં મગજને શાંત કરવાની સૌથી સારી રીત મેડિટેશન છે. મેડિટેશન કરવાથી ઉંઘ સારી આવે છે અને ઈન્સોમનિયામાં રાહત મળે છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, ઈન્સોમનિયાથી પીડિત લોકોએ સવારને બદલે સાંજે મેડિટેશન કરવું જોઈએ. તેનાથી ઉંઘ સારી આવશે. આ ઉપરાંત, તમે તમારી ચિંતાઓને એક ડાયરીમાં લખીને મગજને શાંત કરી શકો છો.

આ ઉપરાંત, સ્લીપ એપનિયાના કારણે રાત્રે જોરથી નસકોરા બોલવા માંડે છે અને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે છે, કારણ કે ગરદનની પાછળની માંસપેશિઓ એટલી વધારે રિલેક્સ થઈ જાય છે કે તે એર-વેને સંકુચિત કરી દે છે. જેના કારણે હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર વધી જાય છે. તેના કારણે પણ તમને ઉંઘ ના આવી શકે. જો તમને પણ આવુ થાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ઘણા લોકો ઉંઘ ના આવવાના કારણે ઉંઘ આવવાની ગોળીઓ લેતા હોય છે. તમે પણ સ્લીપ એપનિયા, રેસ્ટલેસ લેગ્સ સિંડ્રોમ અથવા પેનિક ડિસઓર્ડર જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હો તો મેલાટોટિન લેઈ શકો છો. પરંતુ તે પહેલા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

આ ઉપરાંત, જો તમારું વજન વધુ હોય તો તમારા ગળામાં સોફ્ટ ટીશ્યૂ બનવા માંડે છે, જેના કારણે પણ સ્લીપ એપનિયાનું જોખમ વધી જાય છે. આવામાં વજન ઓછું કરવાથી ફાયદો થઈ શકે છે. સારી ઉંઘ માટે રૂમનું ટેમ્પરેચર 15થી 20 ડિગ્રી સે.ની વચ્ચે રાખવું જોઈએ. તેનાથી ઉંઘ સારી આવે છે. આ ઉપરાંત, તમે રાતના સમયે ગરમ મોજા પહેરીને પણ શરીરનું તાપમાન ઓછું કરી શકો છો. આ ઉપરાંત, રાતના સમયે ક્યારેય એક્સરસાઈઝ ના કરવી જોઈએ. જો તમને બપોરના સમયે સૂવાની ટેવ હોય તો તેને કારણે પણ રાત્રે ઉંઘ નથી આવતી. આવામાં તમારે બપોરે ઉંઘવાનું બંધ કરી દેવુ જોઈએ, અથવા બપોરે ઓછી ઉંઘ લેવાથી ફાયદો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp