26th January selfie contest

તમે પણ લો છો સુગર ફ્રી તો થઈ જાઓ એલર્ટ, WHOએ આપી ચેતવણી-ભયાનક છે નુકસાન

PC: ncdalliance.org

જો તમે વધેલા સુગરને કંટ્રોલ કરવા માટે રોજ સુગર ફ્રી ગોળીઓ, મિષ્ટાનનું સેવન કરો છો તો તમારે સાવધાન રહેવાની જરૂરિયાત છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ મંગળવારે કુત્રિમ મીઠાંસ કે નોન સુગર મીઠાંસ (NSS) વિરુદ્ધ ચેતવણી જાહેર કરી છે. મીઠાં કે સુગરનું અત્યધિક સેવાનને મોટા ભાગે મોટાપા, વજન વધારવા કે પછી હૃદય રોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવી ગેર સંચારી રોગો સાથે જોડીને જોવામાં આવે છે. મોટા ભાગે ખાંડ કે મીઠાના અત્યાધિક સેવનને વધતા વજન, મોટાપા સાથે હૃદય રોગ, સુગર અને કેન્સર જેવી બીમારીઓને જોડીને જોવામાં આવે છે.

જો વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડાઓ પર નજર નાખીએ તો તે ગેર સંચારી બીમારીઓ આખી દુનિયામાં થનારા 74 ટકા મોતોનું કારણ છે, જે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોના મોતનું કારણ બને છે. UN સ્વાસ્થ્ય એજન્સી દ્વારા ખાંડ અને મીઠાના સેવનમાં કમી લાવવા માટે ભલામણો આપવામાં આવે છે. આ પૃષ્ઠભૂમિ નોન સુગર મીઠાંસનો ઉપયોગ એક વિકલ્પ બની ગયો છે. નોન સુગર મીઠાંસ રસાયણો અને પ્રાકૃતિક નિચોડથી બનેલી શૂન્ય કેલેરી કે પછી ઘણી ઓછી કેલેરીની એવી કુત્રિમ કે પ્રાકૃતિક મીઠાંસ છે જેને સુગરના વિકલ્પના રૂપમાં વિકસિત કરવામાં આવી હોય.

તે મોટા ભાગે બંધ ડબ્બાના ખાદ્ય અને પેય પદાર્થોમાં ઉપયોગ કરવામાં આવે છે અને ઉપભોક્તા પણ પોતાના ખાવાના-પીવાની વસ્તીઓમાં તેને મળાવી શકે છે. જેમ કે ચામાં સુગર ફ્રીનું સેવન સામાન્ય વાત થઈ ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક દિશાનિર્દેશ જાહેર કરતાઆ કહ્યું કે, આ ભલામણ ઉપલબ્ધ પુરાવાઓની વ્યવસ્થિત સમીક્ષાના નિષ્કર્ષ પર આધારિત છે, જે બતાવે છે કે નૉન સુગર મીઠાંસનો ઉપયોગ વયસ્કો કે બાળકોમાં શરીરના વસાને ઓછો કરવામાં કોઈ દીર્ઘકાલીન લાભ પ્રદાન કરતી નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ આગળ કહ્યું કે, સમીક્ષાના પરિણામોમાં સૂચન હતું કે આ પ્રકારની ખાંડ વિકલ્પના ઉપયોગથી અવાંછનીય પ્રભાવ હતા, જેમ કે વયસ્કોમાં ટાઇપ 2 સુગર, હૃદય રોગ અને મૃત્યુ દરનું જોખમ વધી ગયું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સુગર ફ્રી મીઠાંસ સાથે મુક્ત સુગરને બદલવાથી લાંબી અવધિમાં વજન નિયંત્રણમાં મદદ મળતી નથી. લોકોએ મુક્ત સાકરના સેવનને ઓછી કરવાની અન્ય રીતો પર વિચાર કરવાની જરૂરિયાત છે.

જેમ કે સ્વાભાવિક રૂપે થનારી સુગર સાથે ભોજનનું સેવન કરવાનું કે રંધાયા વિનાનું ભોજનનું સેવન કરવું અને પેય પદાર્થ. સુગર ફ્રી આવશ્યક આહાર કારક નથી અને તેનો કોઈ પોષણ મૂલ્ય નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, આ ભલામણ સગર ફ્રી યુક્ત વ્યક્તિગત દેખરેખ અને સ્વચ્છતા ઉત્પાદનો, જેમ ટૂથપેસ્ટ, સ્કીન ક્રીમ અને દવાઓ કે ઓછી કેલેરી સુગર અને ખાંડ આલ્કોહોલ (પોલીઓલ્સ) પર લાગુ થતું નથી જે કેલેરી યુક્ત સાકર કે ખાંડ ડેરિવેટિવ છે અને એટલે તેને સુગર ફ્રી માનવામાં આવતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp