બીજી લહેરમાં કોરોનાથી બચવા ફોર્ટિસના ચેરમેન ડૉ.અશોક શેઠની આ છે સલાહ

PC: ehealth.eletsonline.com

કોરોના વાયરસના નવા સ્ટ્રેઇન સામે રક્ષણ આપવા માટે માસ્ક પહેરવું ફરજીયાત છે પરંતુ જો સર્જીકલ માસ્ક અને તેની ઉપર કપડાંનું માસ્ક પહેરવામાં આવે તો તેનાથી કોરોના સંક્રમણ સામે 95 ટકા રક્ષણ મળે છે. અત્યારે કેસો વધવાનું કારણ માસ્ક નહીં પહેરવાનું વલણ અને સસ્તા કોટનના માસ્ક છે. આ માસ્કથી માત્ર 40 ટકા રક્ષણ મળે છે તેવું એક સર્વેના તારણમાં જણાયું છે.

સર્જીકલની ઉપર કોટન માસ્ક પહેરવાથી કોરોના સંક્રમણથી બચી શકાય છે તેવું ફોર્ટિસ હોસ્પિટલના ચેરમેન ડો. અશોક શેઠનું પણ કહેવું છે. અત્યારની આરોગ્યની સિસ્ટમ પડી ભાંગી હોવાથી એકમાત્ર વેક્સિનેશન અને તેની સાથે માસ્ક પહેરવાથી રક્ષણ મળી શકે છે. આ ડોક્ટર એવું પણ કહે છે કે એકલું સર્જીકલ માસ્ક પહેરવાથી પણ રક્ષણ મળતું નથી. તેની ઉપર સારી ક્વોલિટીવાળું કપડાનું માસ્ક પણ પહેરવું જોઇએ.

કોરોનાના નવા સ્ટ્રેઇનમાં એવો દાવો કરવામાં આવે છે કે કોરોના એરબોર્નથી ફેલાય છે, જો કે તેની સત્યતા હજી ચકાસવામાં આવી રહી છે. જો એમ હોય તો જેટલા લોકો બહાર ફરે છે અને જેટલા લોકો ઘરમાં તેમને પણ સંક્રમણ થઇ શકે છે. ડબલ માસ્કના સર્વેમાં એવું જણાયું છે કે કોરોના ટીંપાથી નહીં પણ હવાથી પણ ફેલાય છે.

યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના ચીફ ડો. ફહીમ યુનુસે પણ જણાવ્યું હતું કે ડબલ માસ્ક પહેરવાથી કોરોના સંક્રમણથી રક્ષણ મળે છે. સેન્ટ્રલ ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધન પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સિંગ કરતાં તો સારી રીતે માસ્ક પહેરવામાં આવે અને વેન્ટિલેશન વ્યવસ્થા જળવાઇ રહે તો કોરોનો ઝડપથી કાબૂમાં આવે છે.

જર્નલ ફિઝિક્સ ઓફ ફ્લુઇડમાં પ્રસિદ્ધ સંશોધન અનુસાર, ફિઝિકલ ડિસ્ટન્સિંગ હવાજન્ય ધૂળના રજકણોના ફેલાવાને અટકાવી શકતું નથી. સંશોધકોએ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે એક ક્લાસરૂમમાં કોમ્પ્યુટર મોડલ બનાવ્યું હતું અને માસ્ક દ્વારા પેદા થયેલી ગરમ હવાના દબાણને કારણે વિદ્યાર્થીઓ ધૂળના રજકણોના સંપર્કમાં આવ્યા ન હતા.

આ ક્લાસરૂમમાં માસ્ક પહેરેલા કેટલાક વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા અને તેમની આગળ શિક્ષકોને રાખવામાં આવ્યા હતા. આ સંશોધનમાં મહત્વના તારણ સામે આવ્યા છે અને તેના આધારે એવું સૂચન કરવામાં આવ્યું છે કે યોગ્ય હવા શુદ્ધિકરણ સાથે સારી કક્ષાની વેન્ટિલેશન સિસ્ટમ વાયરસના ફેલાવામાં 50 ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. બે મોડલને એક બીજા સાથે સરખાવવામાં આવ્યા હતા.

જો કે કેટલાક તબીબો કહે છે કે વધુ સમય સુધી એટલે કે કલાકો સુધી માસ્ક પહેરી રાખવાથી ઓક્સિજન લેવલ થોડું ઘટે છે તેથી યોગ્ય સ્થળે એકાંતમાં થોડો સમય માસ્ક કાઢી ખુલ્લી હવા લેવી જરૂરી છે. જે લોકોએ વેક્સિન લીધી છે તેમણે પણ બહાર નિકળતી વખતે માસ્ક અવશ્ય પહેરવું જોઇએ, કેમ કે માસ્ક વિના ફરવાથી તેઓ ઝડપથી સંક્રમિત થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp