ફાંસીએ ચડનાર પ્રથમ સ્વતંત્ર સેનાની મંગલ પાંડેએ અંગ્રેજોને ઊભી પૂછડીએ ભગાડ્યા હતા

PC: uttarpradesh.org

ભારતની આઝાદીની લડાઈમાં એમ તો લાખો-કરોડો હિન્દુસ્તાનીઓએ ભાગ લીધો હતો પરંતુ કેટલાક એવા સપૂત પણ હતા જે આઝાદીની લડાઈના પ્રતિક બનીને ઉભર્યા હતા. સ્વતંત્ર સેનાનીઓએ પોતાના અહિંસક આંદોલનથી અંગ્રેજોને ભારત છોડવા મજબૂર કરી દીધા. આઝાદીની મહાગાથામાં તે યુવા મહાનાયકોને પણ યાદ રાખવામાં આવશે જેમને બહેરા કાનોને સંભળાવવા માટે વિસ્ફોટ કર્યા તો કોઈ દેશને આઝાદ કરવા માટે શહીદ થઈ ગયા.અમે તમને આવા જ સ્વતંત્ર સેનાની મંગલ પાંડે વિશે જણાવી રહ્યાં છીએ.

મંગલ પાંડે: ફાંસીએ ચડનાર પ્રથમ સ્વતંત્ર સેનાની

મંગલ પાંડે એ એક ભારતીય સૈનિક હતા. ૧૮૫૭ની ભારતીય ક્રાંતિના સમયની ઘટનામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપનીની ૩૪મી બેંગાલ નેટીવ ઈનફેન્ટ્રી (BNI)માં સિપાહી હતા. તે સમયનો બ્રિટિશ ઈતિહાસ તેમને રાજદ્રોહી કે બળવાખોર ગણે છે પણ આધુનિક કાળના ભારતીયો તેમને એક નાયક ગણે છે. ૧૯૮૪માં ભારત સરકારે તેમની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

મંગલ પાંડેનો જન્મ સુપરત કરાયેલા અને જીતેલા પ્રાંત (સીડેડ એન્ડ કોન્કર્ડ પ્રોવીન્સ - હાલનું ઉત્તર પ્રદેશ)ના બલિયા જિલ્લામાં નાગવા ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.તેઓ ૧૮૪૯માં બંગાળ સેનામાં જોડાયા. માર્ચ ૧૮૫૭માં ૩૪મી બેંગાલ નેટીવ ઈનફેન્ટ્રી (BNI)ની પાંચમી કંપનીમાં તેઓ પ્રાઇવેટ સોલ્જર હતા. મંગલ પાંડેને 8 એપ્રિલ, 1857માં ફાંસી આપવામાં આવી હતી. સ્થાનિક જલ્લાદોએ મંગલ પાંડેને ફાંસી આપવાનો ઇનકાર કર્યો હતો, તે બાદ કોલકાતાથી ચાર જલ્લાદોને બોલાવીને મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી હતી.

29 માર્ચ, 1857

આ વર્ષ 1857ની માર્ચ મહિનાની 29 તારીખ હતી. મંગલ પાંડે 34મી બંગાલ નેટિવ ઇન્ફેટરી સાથે બૈરકપુરમાં હતા. સિપાહીઓમાં ઈસાઈ બનાવવાને લઈ કેટલીક અફવા ફેલાઈ રહી હતી. એવામાં એક અફવા એવી પણ ફેલાઈ હતી કે મોટી સંખ્યામાં યુરોપીયન સૈનિક ભારતીય સૈનિકોને મારવા માટે આવી રહ્યાં છે.

મંગલ પાંડે 29 માર્ચની સાંજે 4 વાગ્યે પોતાના તંબુમાં બંદૂક સાફ કરી રહ્યાં હતા. થોડી વાર બાદ તેમને યુરોપીયન સૈનિકો વિશે ખબર પડી. સિપાહીઓ વચ્ચે ભાંગના નશાથી પ્રભાવિત મંગલ પાંડે ગભરાઈ ગયા. તે પોતાનો જેકેટ, ટોપી અને ધોતી પહેરીને તલવાર અને બંદૂક લઈ ક્વાર્ટર ગાર્ડ બિલ્ડિંગની નજીક પરેડ ગ્રાઉન્ડ તરફ દોડ્યા.તલવાર અને પોતાની બંદૂક સાથે મંગલ પાંડેએ ક્વાર્ટર ગાર્ડ સામે ફરીને પોતાની રેજિમેન્ટને ભડકાવવાનું શરૂ કરી દીધું. તે રેજિમેન્ટના સૈનીકોને યુરોપીયન સૈનિકો દ્વારા પોતાને મારવાની વાત કહી ભડકાવી રહ્યાં હતા. સાર્જેન્ટ મેજર જેમ્સ હવીસન જાણકારી મેળવવા માટે ચાલતા બહાર નીકળ્યા. મંગલ પાંડેએ હવીસન પર ગોળ ચલાવી પણ આ ગોળી તેમને ના લાગી.મંગલ પાંડેએ ફરી ગોલી ચલાવી પણ તે નીશાન ચુકી ગયા.

સાર્જેટ મેજર હવીસને ઇશ્વરી પાંડેને મંગલ પાંડેને પકડવા કહ્યું તો ઇશ્વરી પ્રસાદે જવાબ આપ્યો- હું શું કરી શકુ છુ, મારા નાયક એડજ્યુએટ પાસે ગયા છે. હવાલદાર ફિલ્ડ ઓફિસર પાસે ગયા છે.મંગલ પાંડેએ પોતાની તલવારથી સાર્જેટ મેજર અને એડજ્યુટેન્ટ પર હુમલો કર્યો અને બન્નેને ગંભીર રીતે ઘાયલ કરી દીધા. આ દરમિયાન માત્ર એક ભારતીય અધિકારી શેખ પલ્ટૂએ આવીને બ્રિટન સેન્યના અધિકારીઓનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો અને મંગલ પાંડેને વાર કરવા ના કહ્યું પરંતુ મંગલ પાંડેએ પલ્ટૂ પર પણ હુમલો કર્યો.

આ ઘટનાના સમાચાર જનરસ હીર્સીને મળ્યા, તોએ અમલદારો સાથે ઘોડે ચડી ઘટનાસ્થળે પહોચ્યા. ત્યા પહોચીને જનરલે મંગલ પાંડેને પકડવાનો આદેશ આપ્યો અને કહ્યું કે જો તે તેની વાત નહી માને તો ગોળી મારવાની ધમકી આપી. ગાર્ડોએ નમતુ જોખ્યુ પણ જનરલ પાછળ પાછળ મંગલ પાંડે તરફ ગયા. મંગલ પાંડેએ આત્મહત્યા કરવા બંદુક પોતાની છાતી સરસી રાખી અને પગથી ટ્રીગર દબાવ્યું. તે લોહી લુહાણ થઈ ગયા અને રેજીમેન્ટલ જાકીટ સાથે નીચે પડી ગયા, તેમને ઇજા થઈ પણ તે જીવલેણ નહતી.

એક અઠવાડિયામાં મંગલ પાંડે સાજા થઈ ગયા. જ્યારે મંગલ પાંડેને પૂછવામાં આવ્યુ કે તેમને વિદ્રોહ કોઈની ઉશ્કેરણીથી કર્યો હતો કે કેમ. મંગલ પાંડેએ જવાબ આપ્યો કે તેમણે જે કર્યુ તે જાતે જ કર્યુ કોઈએ તેમને ઉત્તેજન આપ્યુ નહતું. ગાર્ડના ત્રણ શીખોએ જુબાની આપી કે ઇશ્વરી પ્રસાદે મંગલ પાંડેને અટકમાં લેવાનો ઇનકાર કર્યો હતો. જેને કારણે ઇશ્વરી પ્રસાદ અને મંગલ પાંડેને ફાંસીની સજા થઈ હતી.

મંગલ પાંડેની ફાંસીની સજા 18 એપ્રિલે નક્કી કરાઈ હતી પણ તેને 10 દિવસ પહેલા જ સજા આપવામાં આવી. જ્યારે જમાદાર ઇશ્વરી પ્રસાદને 21 એપ્રિલે ફાંસી અપાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp