ITની લાખોની નોકરી છોડીને યુવાને પિત્ઝાનો ધંધો શરૂ કરેલો, આજે 600 ફ્રેન્ચાઇઝી

PC: navbharattimes.indiatimes.com

ચંદીગઢના એક યુવાને આઇટીની લાખો રૂપિયાની નોકરી છોડીને પિઝાનું એક નાનકડુ આઉટલેટ શરૂ કર્યુ હતું, આજે આ યુવાનની દેશમાં 600 ફ્રેન્ચાઇઝી છે અને વર્ષે દિવસે 1,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે.

એમનું નામ છે સનમ કપુર. વર્ષ 2011માં સનમ કપુરે આઇટીની જોબ છોડીને ચંદીગઢમાં 120 સ્કેવર ફુટની નાનકડી જગ્યામાં પિઝા વેચવાનું શરૂ કર્યું હતું અને તે વખતે પીનોછીઓ પિઝા એવું નામ રાખેલું. એ સનમ કપુરે બાકીની કંપનીઓથી અલગ કરવા માટે આખા પિઝાને બદલે સ્લાઇઝ વેચવાનું શરૂ કર્યું અને એ પછી દેશી વાનગીઓની ફલેવર ઉમેરી. જૈન પિઝા પણ શરૂ કર્યા. આ પછી સનમ કપુરે નામ બદલીને લા – પિનોઝ પિઝા નામ રાખ્યું. સનમ કપુરની લા-પિનોઝ પિઝા નામથી 600 ફ્રેન્ચાઇઝી છે અને વર્ષે દિવસે 1,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp