ચીનને ઝટકો આપીને ભારત આવવાની તૈયારીમાં અમેરિકાની 200 મોટી કંપનીઓ

PC: zeenews.com

સામાન્ય ચૂંટણી બાદ અમેરિકાની 200 કરતા વધુ કંપનીઓ પોતાના મેન્યુફેક્ચરિંગ બેઝ ચીનમાંથી હટાવીને ભારતમાં લગાવી શકે છે. અમેરિકાના મોટા સલાહકાર સમૂહનું કહેવું છે કે, આ અમેરિકી કંપનીઓને ચીન કરતા વધુ સારો ઓપ્શન ભારતમાં દેખાઈ રહ્યો છે. આ અંગે USISPF (US-ઈન્ડિયા સ્ટ્રેટજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમ)ના પ્રેસિડન્ટ મુકેશ આધીના જણાવ્યા અનુસાર, ભારતમાં નિવેશ માટે કંપનીઓ તેમની પાસેથી સલાહ લઈ રહી છે. તેમનું કહેવુ છે કે, સામાન્ય ચૂંટણી બાદ બનનારી નવી સરકારે આર્થિક સુધારાની રફ્તાર ઝડપી બનાવવી પડશે.

બનશે હજારો નોકરીઓની તક

મળતી માહિતી અનુસાર, આવનારી સરકાર વધુ પારદર્શી હોવી જોઈએ. નવી સરકારે વધુમાં વધુ નિવેશ દેશમાં આકર્ષિત કરવા માટે રિફોર્મ અને ટ્રાન્સપરન્સી પર ભાર આપવો પડશે. આ કંપનીઓના ભારતમાં આવવાથી હજારો નોકરીઓની તક ઊભી થશે.

ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની તૈયારૂ પૂર્ણ

ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે એક હાઈ-લેવલ મેન્યુફેક્ચરિંગ કાઉન્સિલનું ગઠન કરવામાં આવ્યું છે. આ કાઉન્સિલ ચૂંટણી પૂર્ણ થવા સુધી એક ડોક્યુમેન્ટ તૈયાર કરશે, જેમાં ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની યોજના તૈયાર છે. ભારત અને અમેરિકાની વચ્ચે જો મુક્ત વેપાર કરાક (FTA) થાય તો તેને કણે ભારતની નિકાસ વધશે. તેને કારણે ચીનથી આવતા સસ્તા સામાનની સમસ્યા દૂર થશે. ચીનના સામાન પર પ્રતિબંધ લગાવ્યા બાદ અમેરિકા અને ભારતની કંપનીઓને એકબીજાના દેશમાં મોટું બજાર મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp