અદાણી ગ્રુપે ટાટાને પાછળ છોડી દીધું, દર મહિને 56700 કરોડ રૂપિયાની કમાણી કરી

PC: businesstoday.in

ગૌતમ અદાણીની આગેવાની વાળુ અદાણી ગ્રુપ દેશનું સૌથી મોટુ વેલ્યુએબલ બિઝનેસ ગ્રુપ બની ચુક્યું છે. અદાણી ગ્રુપનું માર્કેટ કેપ 22.25 લાખ કરોડ રૂપિયા એટલે કે, લગભગ 260 અબજ ડોલર પહોંચી ચુક્યું છે. અદાણી ગ્રુપે  154 વર્ષ જૂના ટાટા ગ્રુપને પાછળ છોડીને આ મુકામ હાંસલ કર્યું છે. શુક્રવારે બજાર બંધ થયા બાદ ટાટા ગ્રુપની દરેક ફર્નું કુલ માર્કેટ કેપ 20.81 લાખ કરોડ રૂપિયા હતું.

અદાણી સમૂહની 9 લિસ્ટેડ ફર્મોએ શુક્રવારે કુલ મળીને 40000 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ગુમાવી દીધું, જ્યારે, ટાટા ગ્રુપના માર્કેટ કેપમાં લગભગ 60000 કરોડનો ઘટાડો આવ્યો. જ્યારે મુકેશ અંબાણીની આગેવાની વાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 17.07 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ સાથે ત્રીજા સ્થાન પર છે.

3 વર્ષથી ઓછા સમયમાં અદાણી ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીઓએ રોકાણકારોની સંપત્તિમાં 18.7 લાખ કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે, 2019ના અંતમાં આ કંપનીઓનું કુલ માર્કેટ કેપ બે લાખ કરોડ રૂપિયા હતું. ત્યાર બાદ દર મહિને લગભગ 56700 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે સિવાય, ટાટા ગ્રુપે 9 લાખ કરોડ રૂપિયા અને રિલાયન્સે 7.4 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

અંબુજા સિમેન્ટ અને ACCનું અધિગ્રહણ પુરુ થયા બાદથી અદાણી ગ્રુપે ટાટા સમૂહની આગળ નીકળવામાં મદદ કરી છે. આ બે કંપનીઓના અધિગ્રહણ બાદ અદાણી ગ્રુપનું કુલ માર્કેટ કેપ 22.25 લાખ કરોડ રૂપિયા છે. ACC અને અંબુજા સીમેન્ટને છોડીને અદાણી સમૂહના માર્કેટ કેપમાં આ વર્ષે લગભગ 10.16 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. એ અવધિ દરમિયાન, ટાટા સમૂહને પોતાની પ્રમુખ કંપનીના રૂપમાં માર્કેટ કેમાં 2.57 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ફોર્બ્સની રીયલ ટાઇમ અબજોપતીઓની લિસ્ટ અનુસાર, અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બનવા માટે એમેઝોનના જેફ બેઝોસને પાછળ છોડી દીધા છે. પણ, અદાણી ગ્રુપના શેરોમાં વેચવાલી બાદ શુક્રવારના રોજ LVMHના સંસ્થાપક બર્નાર્ડ આર્નોલ્ડ અને પરિવારે લિસ્ટમાં બીજુ સ્થાન હાંસલ કર્યું છે. આ રિપોર્ટ અનુસાર, ટેસ્લાના એલન મસ્ક 269.1 બિલિયન ડોલરની કુલ સંપત્તિ સાથે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. ફ્રેન્ચ બિઝનેસ બર્નાર્ડ આર્નોલ્ડની નેટવર્થ 153.9 બિલિયન ડોલર અને ગૌતમ અદાણી અને પરિવારની નેટવર્થ 152.2 બિલિયન ડોલર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp