અમદાવાદના રિવરફ્રન્ટ પર 21મી સુધી આયુષ એક્સ્પોનું નિદર્શન

PC: Ayushindiaexpo.com

ગુજરાત સરકારે રાજ્યમાં આયુષ આરોગ્ય મેળો યોજવાનું નક્કી કર્યું છે. આ મેળો 19મી ઓક્ટોબરે શરૂ થયો છે અને તે 21મી ઓક્ટોબર સુધી ચાલશે. આ મેળાને આયુષ એક્સ્પો 2018 નામ આપવામાં આવ્યું છે. આયુષ એક્સ્પો અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાઇ રહ્યો છે. જેમાં લોકોને આરોગ્યની ઓળખ આપવામાં આવશે. આપની પ્રકૃતિ જાતે ઓળખો એ નામનું એક કિયોક્સ મૂકવામાં આવ્યું છે. પ્રકૃતિ મુજબ સૃષ્ટિ સંસ્થા દ્વારા ફૂડકોર્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આયુર્વેદની વિશેષ સારવારનું જીવંત નિદર્શન પણ આ સ્થળે કરવામાં આવ્યું છે. વિશ્વ વિખ્યાત નાડી વૈદ્યો દ્વારા નાડી પરીક્ષણ પણ અહીં કરવામાં આવશે. વનૌષધિઓના ઘરગથ્થુ ઉપચારોનું પણ અહીં નિદર્શન ગોઠવવામાં આવ્યું છે. આ આરોગ્ય મેળામાં વિવિધ ફાર્મસીના સ્ટોલ પર રાખવામાં આવ્યા છે કે જેથી લોકો તેમના આરોગ્ય માટેના લાભ લઇ શકે. આ સ્ટોલ માત્ર આયુર્વેદના છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ એક્સ્પો યોજાઇ રહ્યો છે. 19 થી 21 ઓક્ટોબર દરમ્યાન લોકો માટે આ એક્સ્પો સવારે 10 કલાક થી સાંજના 6.30 કલાક સુધી ખુલ્લો રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp