આ કંપની 1000 ભારતીય કર્મચારીઓની કરશે છટણી

PC: thenewsminute.com

ભારતમાં ચીની મોબાઈલ હેન્ડસેટ કંપનીઓ તરફથી મળી રહેલા ટફ કોમ્પિટિશનની અસર અન્ય કંપનીઓ પર પણ જોવા મળી રહી છે. કોરિયાની દિગ્ગજ કંપની Samsungએ ભારતમાં પોતાના કર્મચારીઓની સંખ્યામાં 1000 સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. Samsungએ પોતાના માર્જિન અને નફાને બચાવવા માટે પહેલા જ સ્માર્ટફોન અને ટેલીવિઝનના ભાવમાં ઘટાડો કરવો પડ્યો છે.

રિપોર્ટ અનુસાર, ત્રણ વરિષ્ઠ અધિકારીઓએ આ જાણકારી આપી છે. તેમના જણાવ્યા અનુસાર, દેશની સૌથી મોટી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ફોન મેકર કંપની Samsungએ પોતાના ઉત્પાદન ખર્ચને તર્કસંગત બનાવવાની યોજના અંતર્ગત આ બધું કરવું પડી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, Samsung અત્યારસુધી પોતાના ટેલીકોમ ડિવીઝનથી 150 કર્મચારીઓને નોકરી પરથી છૂટા કરી ચુકી છે અને ઓક્ટોબર સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે.

Samsung Indiaના પ્રવક્તાએ કહ્યું છે કે, કંપની ભારતીય વ્યવસાય માટે પ્રતિબ્ધ છે અને તમામ વ્યવસાયમાં સારું નિવેશ કરશે. દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફોન ફેક્ટરી અહીં સ્થાપિત કરવામાં આવી રહી છે અને 5G નેટવર્ક જેવા નવા કારોબારમાં નિવેશ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, જેમ-જેમ કંપની આગળ વધશે તેમ તેનો પ્રયાસ વધુ રોજગાર સર્જન કરવાનો હશે. એક અનુમાન અનુસાર ભારતમાં Samsungના એકમોમાં આશરે 20000 કર્મચારીઓ કાર્યરત છે. જેમાંથી આશરે 5 ટકાની છટણી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp