6000 કરોડના કૌભાંડ કેસમાં EDએ આ સ્ટીલ કિંગને ઉંચકી લીધો, 4.5 કરોડની જ્વેલરી જપ્ત
કોલકોત્તાનું મોટું માથું ગણાતા અને સ્ટીલ ઉદ્યોગકાર સંજય સુરેકાની EDએ 6000 કરોડ રૂપિયાના બેંક કૌભાંડમાં ધરપકડ કરી છે. સંજય સુરેકા કોન્કાસ્ટ સ્ટીલ એન્ડ પાવર કંપનીનો માલિક છે. જેની કંપની પશ્ચિમ બંગાળ ઉપરાંત ઓડિશા અને આંધ્રપ્રદેશમાં પણ ફેકટરી છે.
EDએ સંજય સુરેકાના ઘર સહિત 13 જગ્યાએ દરોડા પાડ્યા હતા અને 8 લકઝરી કાર અને 4.5 કરોડની જ્વેલરી જપ્ત કરી છે.
સંજય સુરેકાની કંપનીએ 11 સરકારી બેંકો અને 5 નાણાં સંસ્થાઓ પાસેથી કુલ 6210 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જે 2016માં NPA થઇ ગઇ હતી. આ પછી કંપની સામે તપાસ શરૂ થઇ હતી. સુરેકાએ બેંકોની લોન લઇને રૂપિયા જંગમ અને સ્થાવર મિલ્કતો ખરીદવામાં વાપરી નાંખ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp