GSTમાં ઘટાડાનાં નિર્ણયથી ટેક્ષટાઇલ ઉધોગને વિશેષ ફાયદો

PC: Times of India Blogs

સુરત અને અમવાદના વેપારીઓની GST સામેની લાંબી લડત આખરે ફળી છે. રાજ્ય સરકાર વેપારીઓની એકતા અને સંગઠીત લડતના કારણે ઝૂકી છે. અને રાહતો આપવાની ફરજ પડી છે. ગુજરાતને ટેક્ષટાઇલ ઉધોગનું હબ બનાવનારા વેપારીઓ છે. ટેક્ષટાઇલ ઉધોગના વેપારીઓની રજુઆતને માન્ય રાખીને રાજ્ય સરકારે GST કાઉન્સીલમાં રજુઆત કરતાં ટેક્ષટાઇલ ઉધોગમાં ટેક્ષ 18 ટકાથી ઘટાડી 05 ટકા કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત કોન્ટ્રાકટરોથી રજુઆતને કાઉન્સીલમાં મુકતાં ટેક્ષ 18 ટકાથી ૧૨ ટકા કરાયો છે.

રાજ્યમાં મોટા પ્રમાણમાં સ્પીનીંગ મિલો આવેલી છે. રાજ્યમાં કાપડ ઉઘોગથી મોટા પ્રમાણમાં રોજગારી લોકો મેળવી રહ્યા છે. રાજ્યમાં 400 કરતાં પણ વધુ પ્રોસેસ હાઉસો આવેલા છે. કાપડ ઉધોગ સાથે પુરક રોજગારી પણ સંકળાયેલી છે. કાપડને કલર, ડિઝાઇન સહિત વિવિધ પ્રોસેસ કરવામાં આવે છે. આ પ્રોસેસ ઉત્પાદક જાતે ન કરતાં નાના કારીગરો કરી રહ્યા છે. જેથી લાખો લોકોને રોજગારી આપતો ઉધોગ છે.

ગુજરાતમાં ટેક્ષટાઇલ ઉધોગનું મોટું ટર્નઓવર છે. આ સાથે રેડીમેડ કપડાં બનાવવા સીલાઇ , ભરતગુંથણ, એમ્બ્રોડરી, જોબવર્કનું કામનો સમાવેશ થાય છે.જેથી લાખો લોકોને રોજગારી આપતા આ ઉધોગને અસર ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કાઉન્સીલમાં રજુઆત કરાઇ હતી જે રજુઆતને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે 18 ટકાને બદલે 05 ટકા ટેક્ષ કર્યો છે..

GST જ્યારે પ્રથમ કર જાહેર થયો ત્યારે ટેક્ષટાઇલ સર્વિસ ટેક્ષ 18 ટકા અને 12 ટકા કાપડ ઉધોગની પ્રોસેસ પ ટકા નાંખવામાં આવ્યો હતો. કાપડ ઉધોગની રજુઆતના રાજ્ય સરકારને વાજબી લાગતં જી.એસ.ટી કાઉન્સીલમાં રજુઆત કરાઇ હતી. દેશના અન્ય રાજ્યો દ્વારા પણ રજુઆત આ વિષયે કરાઇ હતી. જેથી કાઉન્સીલે માન્ય રાખી ગુજરાતની રજુઆતને આધારે 18 ટકા અને 12 ટકા હતો તેનો ટેક્ષ 05 ટકા કરાયો છે. સરકારના નિર્ણયથી ટેક્ષટાઇલ ઉધોગને વિશેષ ફાયદો થનાર છે.

આ ઉપરાંત રાજ્યમાં કોન્ટ્રાકટરો દ્વારા રજુઆત થઇ હતી જે રજુઆત કાઉન્સીલને ધ્યાને મુકતા 18 ટકા સર્વિસ ટેક્ષને બદલે 12 ટકા કરાયો છે. આગામી સમયમાં પણ વાજબી માંગણીને લઇને ટેક્ષ ઘટાડાની દરખાસ્તને જી.એસ.ટીમાં કરવામાં આવશે તેવી જાહેરાત ગુજરાત સરકારે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp