કેન્દ્ર સરકારે ભારતના સૌથી અમીર બિઝનેસમેન ગૌતમ અદાણીને આપી Z કેટેગરીની સુરક્ષા

PC: siasat.com

ભારત અને એશિયાના સૌથી રઇસ ગૌતમ અદાણીને સરકારે Z કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલયના સૂત્રો અનુસાર, અદાણી આ સુરક્ષાનો ખર્ચ પોતે ઉઠાવશે. ઇન્ટેલિજન્સ બ્યુરોની થ્રેટ પરસેપ્શન રિપોર્ટના આધાર પર હોમ મીનિસ્ટ્રીએ અદાણી ગ્રુપના ચેરમેનને આ સુરક્ષા આપનો નિર્ણય લીધો છે. હાલના વર્ષોમાં અદાણીની નેટવર્થ રોકેટની સ્પીડમાં વધી છે અને તે 125 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના અમીરોની લિસ્ટમાં ચોથા સ્થાન પર આવી ગયા છે. અદાણી એક વખત કિડનેપ પણ થઇ ચૂક્યા છે. અદાણીના જીવન પર 2008માં પણ જોખમ તોળાયું હતું. જ્યારે મુંબઇની હોટલ તાજ પર આતંકી હુમલો થયો હતો. આ સમયે અદાણી તાજ હોટલમાં ડિનર કરી રહ્યા હતા.

Z કેટેગરીની સુરક્ષા હેઠળ કુલ 33 સુરક્ષા ગાર્ડ તેમની સુરક્ષા માટે તહેનાત રહેશે. દેશની સૌથી મુલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અબાણીને પણ કેન્દ્રીય સુરક્ષા મળી છે. તેનો ખર્ચ તે પોતે જ ઉઠાવે છે. સૂત્રો અનુસાર, ગૌતમ અદાણીને પણ આ જ રીતે સુરક્ષા મળશે. અદાણીની કુલ સાત કંપનીઓ લિસ્ટેડ છે. હાલમાં જ કંપનીઓના શેરમાં ઘણી તેજી આવી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર આ વર્ષે અદાણીની નેટવર્થમાં 48.8 અબજ ડોલરનો વધારો થયો છે અને તે વિશ્વના ટોપ 10 અમીરોમાં પ્રોફિટ કમાનારા એકમાત્ર રઇસ છે.

આજે વિશ્વના શ્રીમંતોની રેસમાં શામેલ ગૌતમ અદાણીની સાથે બે ઘટનો એવી બની હતી કે, તેમનો જીવ જોખમમાં આવી ગયો હતો. પહેલી ઘટના તેમના અપહરણની છે. ત્યારે તેમનું અપહરણ ખંડણીના પૈસા માટે થયું હતું. વાત 1997ની છે. અદાણીને કિડનેપ કરવામાં આવ્યા હતાં. તેમને છોડવા માટે 15 લાખ ડોલર એટલે કે, લગભગ 11 કરોડ રૂપિયાની ખંડણીની રકમ માગવામાં આવી હતી. પોલીસે આ કેસમાં એક જાન્યુઆરી 1998ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. અદાણીની સાથે શાંતિલાલ પટેલને પણ કિડનેપ કરવામાં આવ્યા હતા. બન્ને કર્ણાવતી ક્લબમાંથી નીકળીને પોતાની કારમાં મોહમ્મદપુરા રોડ તરફથી નીકળી રહ્યા હતાં. રસ્તામાં એક સ્કૂટરે તેમની ગાડી રોકી અને કેટલાક લોકોએ તેમને એક વેનમાં બન્નેને કિડનેપ કર્યા હતા. તેમને કોઇ અજાણી જગ્યા પર લઇ જવામાં આવ્યા હતાં. અદાણીના અપહરણ પાછળ અંડરવર્લ્ડના ડોન ફઝલ ઉર રહેમાન ઉર્ફે ફઝલૂ રહેમનાનો હાથ હતો.

બીજી ઘટના ત્યારે બની હતી કે જ્યારે, અદાણીના જીવન પર 2008માં જોખમ તોળાયું હતું. ત્યારે મુંબઇની હોટલ તાજ પર આતંકી હુમલો થયો હતો. 26મી નવેમ્બર 2008ના રોજ જે સમયે હુમલો થયો હતો ત્યારે, અદાણી તાજ હોટલમાં ડિનર કરી રહ્યા હતા. આતંકીઓએ આ હુમલામાં 160 લોકોને મોતના મોમાં ઢકેલ્યા હતાં. જોકે, અદાણી બચવામાં કામિયાબ રહ્યાં હતાં. અદાણી તે સમયે વેધર ક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં દુબઇ પોર્ટના CEO મોહમ્મદ શરાફની સાથે ડિનર લઇ રહ્યા હતાં. ત્યારે તેમણે આતંકીઓને હોટલમાં ઘસતા અને ગોળીઓ ચલાવતા જોયા. તેઓ બોમ્બ પણ ફેંકી રહ્યા હતાં. અદાણી ઉંચાઇ પર બેઠા હતા, તેથી તેમને બધુ દેખાતું હતું. આતંકી સ્વીમિંગ પુલ અને લિફ્ટની તરફ સતત ગોળી ચલાવતા હતા. થોડા સમયમાં જ હોટલના સ્ટાફે મહેમાનોની મદદ કરી કે જેથી, તેમને બેઝમેન્ટમાં લઇ જવામાં આવે. બેઝમેન્ટમાં ગુંગણાંમણ થવાથી તેમને તાજ ચેમ્બરમાં લઇ જવામાં આવ્યા જે એક ફ્લોર ઉપર હતો.

અદાણીએ કહ્યું કે, તેમની સાથે લગભગ 100 લોકો હતા. દરેક જીવવા માટે દુવાઓ માગી રહ્યાં હતાં. કેટલાક લોકો સોફા નીચે છુપાયેલા હતા. તે વખતે અદાણી અમદાવાદમાં પોતાના પરિવાર સાથે પણ વાત કરી રહ્યા હતાં. તેઓ પોતાના ડ્રાઇવર અને કમાન્ડો સાથે પણ વાતચીત કરી રહ્યા હતાં, જે હોટલની બહાર કારમાં હતાં. 26મી નવેમ્બરની આખી રાત અદાણીએ બેઝમેન્ટમાં વિતાવી હતી. બીજા દિવસે ગુરુવારે સવારે સુરક્ષા બળોએ લગભગ 8.45 કલાકે તેમને બહાર કાઢ્યા હતા. 27મી નવેમ્બરના રોજ પોતાના પ્રિવેટ એરક્રાફ્ટથી તેઓ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કર્યા બાદ તેમણ કહ્યું કે, મેં ફક્ત 15 ફૂટની દૂરી પરથી મોતને જોયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp