ટોય પાર્ક વિકસાવવા ફિઝીબિલીટી રિપોર્ટ GIDC તૈયાર કરે: મુખ્યમંત્રી રૂપાણી

PC: twitter.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં રમકડાં ઉદ્યોગ-ટોય ઇન્ડસ્ટ્રીના વિકાસની સંભાવનાઓ સંદર્ભમાં ટોય પાર્ક વિકાસવવા માટે ફિઝિબિલિટી રિપોર્ટ GIDC તૈયાર કરે તેવુ પ્રેરક સૂચન જીઆઈડીસી અંગે ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કર્યું હતું. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે રાજ્યની GIDC વસાહતો તેમજ અન્ય બાબતોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.

આ બેઠકમાં GIDCના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસ નાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગ અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ તેમજ GIDCના મેનેજિંગ ડિરેક્ટર થેન્નારસન અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. મુખ્યમંત્રીએ શહેરી વિસ્તારોમાં નાના-મધ્મમ ઉદ્યોગો વધુ પ્રમાણમાં કાર્યરત થઇ શકે તે હેતુસર મલ્ટિ સ્ટોરી બ્લિડિંગ શેડ બનાવવાની દિશામાં પણ કાર્યરત થવા માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની ઔદ્યોગિક વસાહતો-GIDCમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલીટીઝ વિકસાવવાની ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમને જરૂરી વ્યવસ્થાઓ ત્વરાએ હાથ ધરવા સૂચન કર્યું છે. આવી ચારથી પાંચ મોડલ GIDC રાજ્યમાં વિકસાવવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી

રાજ્યમાં જે સ્થળોએ નવી ઔદ્યોગિક વસાહતો શરૂ કરવાની માંગણી આવે છે ત્યાં ડિમાન્ડ સર્વે કરવાની પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂચનાઓ આપી હતી. હાલ જે GIDCમાં જમીન સંપાદનની કાર્યવાહી કોઇને કોઇ તબક્કે ધીરી પડેલી છે તેનો ત્વરિત નિકાલ કરવાનું પણ સૂચન મુખ્યમંત્રીએ કર્યું હતુ. GIDC દ્વારા ભરૂચ જિલ્લાના દહેજમાં જે ડિસેલીનેશન પ્લાન્ટ તૈયાર થયો છે તેની કામગીરી સમયબદ્ધ આયોજનથી સમયાવધિ પહેલાં પૂર્ણ થાય તેવી સૂચનાઓ પણ મુખ્યમંત્રીએ આપી હતી.

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં GIDC દ્વારા વિકસાવવામાં આવી રહેલા આઇટી-પાર્કની કામગીરીમાં પ્લોટ ફાળવણી સહિતની અન્ય કામગીરીમાં ગતિ લાવવાનું પણ મુખ્યમંત્રી સૂચવ્યું હતું. રાજ્યમાં મોટાપાયે નવા ઉદ્યોગો આવી રહ્યા છે ત્યારે તેમની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે GIDC વધુ સજ્જ બને અને ઉદ્યોગકારો, રોકાણકારોને અંડર વન રૂફ બધી સુવિધાઓ પ્રાપ્ત થાય તે હેતુસર મુખ્મયમંત્રીએ આ બેઠકમાં વિશદ ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp