26th January selfie contest

સરકારે ગુજરાતમાં 80 દવા પાછી ખેંચવા આદેશ કર્યો, પણ યાદી જાહેર કરી નથી

PC: dnaindia.com

ગુજરાતમાં 80 પ્રકારની દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પગલે ગુજરાતે ફીક્સ ડોઝ કોમ્બિનેશનની દવાઓની આડઅસર રોકવા માટેની તૈયારી કરી દીધી છે. રાજ્યના ડ્રગ્સ કમિશનરેટ તરફથી પ્રતિબંધના આદેશો મૂકવામાં આવ્યા છે. ડ્રગ્સ કમિશનરેટે કુલ 80 પ્રકારના ફિક્સ ડોઝ કોમ્બિનેશનની દવાઓ બજારમાંથી તાત્કાલિક પરત ખેંચી લેવા આદેશ આપ્યો છે. સરકારે પ્રતિબંધ તો મૂક્યો છે પરંતુ દવાના નામની યાદી મોકલાવી ન હોવાથી તેની માગણી કરવામાં આવી રહી છે.

રાજ્યના કેમિસ્ટ એસોસિએશને ડ્રગ્સ કમિશનરને કહ્યું છે કે સરકારના નિર્ણયના કારણે દવાની દુકાનોએ 3000 જેટલી દવાઓનું વેચાણ બંધ કરવું પડશે અને જથ્થો હશે તો પાછો આપવો પડશે. આ નિર્ણયના કારણે દવાઓની અછત સર્જાય તેવી સંભાવના છે, કારણ કે દવાના વેપારીઓ ટ્રેડના નામથી વેચાણ કરતા હોય છે. વેપારીઓને કોમ્બિનેશનની માહિતી હોતી નથી.

કેન્દ્ર અને રાજ્ય સરકારે કઇ કઇ કંપનીની દવાઓ પ્રતિબંધિત કરી છે તેની માહિતી ડ્રગ્સ કમિશનરેટ આપી શક્યું નથી. સરકારે ફીક્સ ડોઝ કોમ્બિનેશનની દવાઓના નામની યાદી જાહેર કરીને કેમિસ્ટને આપવી જોઇએ. કહેવાય છે કે આ દવા લેવાથી તેની આડઅસર થાય છે તેથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારે જાહેરમાં 80 દવાઓની યાદી આપવી જોઇએ કે જેથી બજારમાંથી જથ્થો પાછોં ખેંચી શકાય. અગાઉ પણ સરકારે જે દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે તેની યાદી જાહેર થતી આવી છે. તેવી જ રીતે આ દવાઓની યાદી પણ જાહેર થવી જોઇએ.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp