મોદી સરકાર માટે ખુશખબર: GDP 6.3%એ પહોંચ્યો

PC: romaniajournal.ro

એપ્રિલથી જુલાઇની ત્રિમાસીકી દરમ્યાન વિકાસદર ઘટીને 5.7 ટકાએ પહોંચી ગયો હતો, ત્યારે નોટબંધીનું કારણ આગળ ધરાયું હતું.ભારતનું અર્થતંત્ર સુસ્તીમાં જઇ રહ્યાના અહેસાસ વચ્ચે જીએસટીનો અમલ પણ થયો, ત્યારે હવે જુલાઇથી સપ્ટેમ્બરના ત્રણ મહિના દરમ્યાન વિકાસદક 6.3 ટકાએ પહોંચતા મોદી સરકારને પણ હાશકારો થયો છે. નાણાં મંત્રી અરુણ જેટલીએ પણ નોટબંધી અને જીએસટીની અસર ખત્મ થઇ ચૂકી હોવાનું કહ્યું હતું.

નાણામંત્રી અરુણ જેટલીએ દાવો કર્યો હતો કે, નોટબંધી અને જીએસટીની અસરથી છવાયેલી અર્થવ્યવસ્થામાં મંદી હવે દૂર થઇ ચુકી છે અને તેજીની શરૂઆત થઇ છે. સરકાર તરફથી જીડીપી ગ્રોથના આંકડા જારી કરવામાં આવ્યા હતા. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં વિકાસ દર 5.7 ટકા સુધી ઘટી ગયો હતો. આની સાથે જ ત્રણ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળાથી ગ્રોથ રેટમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ હવે ફરી એકવાર વધારો થયો છે.

અર્થવ્યવસ્થામાં ગતિ જોવા મળી રહી છે. કારણ કે, બિઝનેસ વધવાના સંકેત મળી રહ્યા છે. વિકાસ દર છેલ્લા ત્રિમાસિક ગાળામાં 5.7 ટકાથી વધીને 6.1 ટકા થયો છે. જીડીપી આંકડામાં સુધારો થતાં એવું લાગી રહ્યું છે કે, તમામ મંદીની અસર ખતમ થઇ છે. બીઝનેસ કારોબારીઓએ જીએસટી કાયદાઓને અપનાવી લીધા છે. રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે પણ કહ્યું છે કે, તેજીના સંકેત મળી રહ્યા છે.

એક તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે, ત્યારે વિકાસદરમાં થયેલો વધારો ભાજપ માટે પણ રાહતનું કારણ બની રહે એમ છે. નાણાંમંત્રી જેટલીએ તો તેજી આવી રહ્યાનો દાવો કર્યો જ છે. વિકાસ દર વધવા સાથે દેશનો સરેરાશ વિકાસ દર પણ 6ની ઉપર રહેવાના સંકેત છે, તેની આંતરરાષ્ટ્રીય અસર સારી પડશે એમાં કોઇ શંકા નથી. જો કે વિશ્વમાં હળવી મંદી છે, ત્યારે વિકાસ દર જાળવી રાખવો એ તંદુરસ્ત અર્થતંત્રના સંકેત છે. એમ છતાં હજુ અર્થતંત્રને ધમધમતું રાખવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp