ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફાયદો, રૂપાણી સરકારે પહેલ કરી

PC: guardian.ng

ગુજરાતના ટેક્સટાઈલ સેક્ટર ખાસ કરીને સુરતને મોટો ફાયદો થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહેલ કરી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દાખલ થયા પછી છેલ્લા એક વર્ષથી વેલ્યુ એડેડ ટેક્સ (VAT)ના લાભ જે મળતા તે અટકી ગયા હતા હવે આ લાભ ચાલુ રાખવામાં આવશે.

ગુજરાતની ટેક્સટાઈલ પોલિસીમાં VATમાં રાહત આપતી જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ GST આવતાં આ જોગવાઈનો છેદ ઉડી ગયો હતો. સરકારનું ધ્યાન જતાં હવે આ લાભ ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. આ લાભના કારણે ટેક્સટાઈલ ઉદ્યોગમાં મોટા પાયે રાહત મળશે તેમ નિષ્ણાતો માની રહ્યા છે. અન્ય કોઈ રાજ્યોએ GST બાદ ઉદ્યોગોને લાભ આપતી જાહેરાત નથી કરી તેવા સંજોગોમાં ઉદ્યોગોને આ નિર્ણયથી રાહત મળશે.

ગુજરાત સરકારના ખાણ અને ઉદ્યોગ વિભાગે ટેક્સટાઈલ પોલિસી અંતર્ગત અપાયેલા લાભને 1, જુલાઈ 2017થી લાગુ પડાયેલા નવા GST રિજીમમાં ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, 'છેલ્લાં એક વર્ષ દરમિયાન GSTને લઈને વેપારીઓને પડતી મુશ્કેલીઓ કે ટેક્નિકલ અગવડતાઓ દૂર કરવા વારંવાર સુધારાઓ અને કેટલાંક નિર્ણયો લેવા પડ્યા હતા. પરંતુ હવે GSTના એક વર્ષ બાદ GSTને લઈને સ્થિરતા જણાતા હવે રાજ્ય સરકારે તેના અધિકાર ક્ષેત્રમાં આવતાં SGSTમાં લાભ આપવાની મોડાલિટી ફાઈનલ કરીને જાહેર કરી છે.'

આ નવા પગલાંથી રાજ્યના ટેક્સટાઈલ સેક્ટરની સાથે સંકળાયેલી ચેઈન એટલે કે જીનિંગ, વિવિંગ, ગારમેન્ટિંગ, નાના એમ્બ્રોડરીના યુનિટસ જેવા તમામને લાભ મળશે અને આ જાહેરાતથી રોજગારી આપતા આ મોટા સેક્ટરને પણ રાહત મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp