ગુજરાતના ઉદ્યોગોને અન્ય રાજ્યોમાં વધારે પ્રલોભન મળે છે

PC: starsofstartups.in

ગુજરાતના ઉદ્યોગોને અન્ય રાજ્યોમાં સરકાર વધારે પ્રલોભન આપે છે તેવી માનસિકતાના કારણે રાજ્યના લધુ અને મધ્યમ ઉદ્યોગોએ તેમના ઉત્પાદન એકમો ગુજરાતના પાડોશી રાજ્યોમાં સ્થાપવાની હિલચાલને પગલે સરકાર સફાળી થઈ છે.

રાજ્યના ઉદ્યોગ વિભાગે GIDCના અધિકારીઓને બોલાવીને લધુ અને મધ્યમ ઉદ્યોગોને પડતી તકલીફો નિવારવાની સૂચના આપી એવું કહ્યું હતું કે ગુજરાતના ઉદ્યોગો બીજા રાજ્યોમાં જાય તેની જવાબદારી સંયુક્ત રીતે ઉપાડવી પડશે.

કેટલાક ઉદ્યોગો માને છે કે GIDCની અવ્યવહારૂ નિતીના કારણે સાણંદના કેટલાક ઉદ્યોગો અન્ય રાજ્યોમાં જતા રહ્યાં છે. ખાસ કરીને તેઓએ મધ્યપ્રદેશને પસંદ કરીને મધ્યપ્રદેશના બોર્ડના અધિકારીઓ સાથે બેઠકો કરી છે.

નાના ઉદ્યોગકારોના પ્રશ્નો હલ ન થવાના કારણે લગભગ 200 જેટલા પ્લોટધારકોએ તેમના ઉદ્યોગ અન્ય રાજ્યોમાં ખસેડ્યા છે. ગુજરાતમાંથી 1000 કરોડનું રોકાણ બહાર ગયું છે છતાં રાજ્યના GIDCના અધિકારીઓ આ વિસ્તારના ઉદ્યોગોના પ્રશ્નોને ઉકેલવા ઉદાસીન છે. એસોસિયેશનના હોદ્દેદારો જણાવે છે કે મુખ્યમંત્રીને પણ વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.

એક ઉદ્યોગજૂથના પ્રતિનિધિએ કહ્યું હતું કે ગુજરાતમાં જાપાનીઝ કંપનીઓને ડિસ્કાઉન્ટ આપી તેમના માટે લાલ જાજમ બિછાવાય છે તેની સામે અમનો કોઈ વાંધો નથી પરંતુ GIDC દ્વારા સ્થાનિક એકમોની અવગણના કરવામાં આવે છે. નાના ઉદ્યોગોના પ્રશ્નો નિવારવામાં વિલંબ થતાં અમે કરેલું રોકાણ બ્લોક થઈ ગયું છે અને પ્રોજેક્ટના અમલના તબક્કા પર જઈ શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp