આ વ્યક્તિએ Googleની નોકરી છોડી 3 વર્ષમાં ઊભી કરી 3.34 લાખ કરોડની કંપની

PC: moneyinc.com

કેવિન સીસ્ટ્રોમની સ્ટોરી કોઈ પરી કથા જેવી લાગે છે. ઓનલાઈન મોબાઈલ ફોટો અને વીડિયો શેરીંગ એપ્લીકેશન માટે દુનિયાભરમાં ચર્ચિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagramનો તે ફાઉન્ડર અને સીઈઓ છે. Instagram એક એવું પ્લેટફોર્મ છે, જેમાં દુનિયાભરની સેલિબ્રિટો જોડાયેલી છે.

2012માં જ્યારે Facebookએ તેને ખરીદ્યું હતુ ત્યારે તેની વેલ્યુએશન કિંમત એક બિલિયન ડોલર એટલે કે લગભગ 6.5 હજાર કરોડ રૂપિયા હતી, જે આ વખતે કેવિનના નેતૃત્વમાં વધીને 50 ગણી થઈ ગઈ છે.

Instagram આ સમયે 50 અરબ ડોલર એટલે કે 3.34 લાખ કરોડ રૂપિયાથી પણ વધુની વેલ્યુએશન ધરાવતી કંપની છે. જેના યુઝર્સની સંખ્યા 40 કરોડથી પણ વધારે છે. જ્યારે તેની પેરેન્ટ કપંની Facebookની વેલ્યુએશ 500 અરબ ડોલરથી વધુની છે. કંપનીની ગ્રોથ, સ્ટ્રેટેજી અને વિઝનની બધી જવાબદારી કેવિનની જ છે. તેના નેતૃત્વમાં Instagram દુનિયામાં હજુ સુધી ઝડપથી આગળ વધી રહેલી કંપની બની ગઈ છે. ટુંક સમયમાં જ આ સ્ટાર્ટઅપ એટલું મોટું થઈ જશે, જેની કોઈ કલ્પના પણ નહીં કરી હશે.

કેવિનની સફળતાનું કારણ છે તે કોઈ પણ સમસ્યાને ક્રિએટીવલી હેન્ડલ કરે છે અને તેનો ઉપાય પણ કંઈક અલગ રીતે જ કાઢે છે. પ્રોસેસને સરળ બનાવવાનું તેની પાસેથી શીખવા જેવું છએ. Instagramને તેણે મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચાડવા માટે વિઝ્યુઅલ સ્ટોરી ટેલીંગનો અનોખો ઓપ્શન આપ્યો. જેને તેની સફળતાનું મહત્ત્વનું કારણ માનવામાં વે છે.

કેવિન તેની પાર્ટનર નિકોલ શૂઝની સાથે સેન ફ્રાન્સિસ્કોમાં રહે છે. તેમે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશ કર્યું છે. મિડલસેક્સમાં સ્કુલ ડેઝમાંથી જ તે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરતો હતો. 34 વર્ષના કેવિને 2006માં ડિગ્રી પૂરી કર્યા પછી Googlમાં નોકરી કરી હતી. તેણે ત્રણ વર્ષ સુધી Googleમાં કામ કર્યું હતું અને પછી નોકરી છોડી દીધી હતી. નોકરી છોડવાના બે દિવસમાં જ તેને બેસલાઈન વેન્ચર અને એન્ડ્રેસન હોરોવિટ્સથી 5 લાખ ડોલરની સીડ ફડીંગ મળ્યું હતું.

Instagramને શરૂ કર્યાના 24 કલાકની અંદર જ 25000 જેટલા લોકોએ Instagramમાં સાઈન અપ કર્યું હતું, જેના લીધે સાઈટ ક્રેશ થઈ ગઈ હતી. ફોટોગ્રાફને અલગ બનાવવા માટે લોકોએ તેને ઘણો પસંદ કર્યો હતો. 9 મહિનાની અંદર તેના 70 લાખ યુઝર્સ થઈ ગયા હતા.

આ સમયે જ Facebookના માર્ક ઝુકરબર્ગેની આ એપ પર નજર પડી. માર્ક અને કેવિન કોલેજમાં ઘણી વખત મળી ચુક્યા હતા. બંનેએ સ્ટેનફોર્ડની ઘણી મિટીંગ અને ડીનર પાર્ટીમાં સાથે હાજરી આપી હતી. આ રીતે Facebookએ Instagramના 13 કર્મચારીઓ સાથે તેને એક અરબ ડોલરમાં ખરીદી લીધું હતું. આ સમયે કંપનીના કર્મચારીઓની સંખ્યા 200 છે, જે કેલિફોર્નીયાના મેનલો પાર્ક સ્થિત Facebookની ઓફિસમાં બેસે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp