26th January selfie contest

મંદી છતા ભારત વિશ્વની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઓમાં હશેઃ દીપક પારેખ

PC: thehindubusinessline.com

HDFCના ચેરમેન દીપક પારેખનું કહેવું છે કે, ભારત વિશ્વભરમાં ચાલી રહેલી ઘટનાઓથી દૂર ન રહી શકશે. જો વિશ્વના બધા દેશોમાં મંદી આવે છે તો પણ ભારતે મંદીનો સામનો કરવો પડશે. પછી પણ ભારત સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઓમાંની એક બની રહેશે. દીપક પારેખે 21મી નવેમ્બરના રોજ ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયામાં થઇ રહેલા 21મા વર્લ્ડ કોંગ્રેસ ઓફ એકાઉન્ટટન્ટ્સમાં બોલતા કહ્યું કે, ભારત વિશ્વથી અલગ ન રહી શકશે. પણ અન્ય દેશોમાં મંદી આવે છે તો ભારતે પણ થોડી મંદીનો તો સામનો કરવો જ પડશે. પણ આ વાત પર સામાન્ય સંમતી છે કે, ભારત હજુ પણ વિશ્વની સૌથી ઝડપથી ગ્રોથ કરતી પ્રમુખ અર્થવ્યવસ્થાઓમાં બની રહેશે.

પારેખ અનુસાર, 2022માં દેશનો GDP ગ્રોથ 7 ટકાથી પણ ઓછો રહી શકે છે, પણ તેનાથી નિરાશ થવાની કોઇ જરૂર નથી. તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થામાં ફ્લેક્સીબિલિટી બનેલી રહેશે. મને વિશ્વાસ છે કે, ભારત આગલા 5 વર્ષોની અંદર 3.4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાથી વધીને 7.5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે.

હાલમાં જ આવેલા એક રિસર્ચ રિપોર્ટનો હવાલો આપતા દીપક પારેખે કહ્યું કે, ઝડપથી વિકાસ કરતા મિડલ ક્લાસ, પર કેપિટા ઇનકમમાં ગ્રોથની સંભાવના, દેશના GDPમાં સર્વિસ સેક્ટરની હિસ્સેદારીમાં વધારો થવાની સંભાવના છે અને સ્ટોક માર્કેટની તેજી આ દેશ માટે સૌથી સકારાત્મક સંકેત છે. પોતાના ત્રણ દાયકાઓના કાર્યકાળમાં HDFCને દેશની સૌથી મોટી મોર્ગેજ લેન્ડિંગ ફર્મ બનાવનારા દીપક પારેખે કહ્યું કે, હું લોકોને એ કહેતા નથી થાકતો કે મારા કામકાજી જીવનમાં લગભગ 50 વર્ષોમાં હું ભારત વિશે આટલો આશાવાદી ક્યારેય ન હતો, જેટલો આજે છું.

પારેખે કહ્યું કે, ભારતમાં ઘણા સારા કામ થઇ રહ્યા છે. દેશમાં ઇકોનોમિક રિફોર્મ ચાલુ છે, રોજગાર સર્જનની દિશામાં પ્રયાસ થઇ રહ્યા છે. તેમણે આગળ કહ્યું કે, આજે, ભારતમાં રાજકીય સ્થિરતા છે, વેક્સિનની સુરક્ષા અને ખાદ્ય સુરક્ષા છે. ભારતે વિશ્વના અધિકાંશ દેશો સાથે સારા સંબંધ રાખ્યા છે અને આંતરરાષ્ટ્રીય જગતમાં ઝડપથી પોતાની મજબૂત દેશની ઓળખ બનાવી રહ્યું છે.

પારેખની આ ટિપ્પણી એવા સમયમાં આવી છે કે, જ્યારે ભારતીય કેન્દ્રીય બેન્ક ઇન્ફ્લેશનને નિયંત્રિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને હાલના મહિનામાં પોતાના વ્યાજ દરમાં લગભગ 2 ટકાનો વધારો થયો છે. જોકે, કોવિડ 19 મહામારી બાદ દેશની ઇકોનોમીમાં રિકવરી આવી છે પણ RBI માટે મોંઘવારી એક મોટો પડકાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp