ભારતની સૌથી નાની ઉંમરની સેલ્ફમેડ એન્ટરપ્રિન્યોર, 75,000 કરોડની કંપની બનાવી

PC: globalindian.com

ભારતની સૌથી નાની ઉંમરની સેલ્ફમેડ એન્ટરપ્રિન્યાર નેહા નરખેડે મુશ્કેલીઓને હરાવતા શીખી છે.મહારાષ્ટ્રના પૂણેમાં રહેતી નેહા નરખેડેએ અમેરિકામાં પોતાની કંપની ઉભી કરીને આજે 75,000 કરોડ રૂપિયાની કંપની બનાવી દીધી છે.

નેહાએ પ્રારંભિક શિક્ષણ પૂણેમાં મેળવ્યું હતું અને એ પછી તેણીએ અમેરિકાની જ્યોર્જિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો. એ પછી નેહાએ લિંકડેન અને ઓરેકલમાં જોબ કરી હતી.

વર્ષ 2014માં નેહાઅ અમેરિકામાં કોન્ફ્યુલન્ટ નામથી કંપની શરૂ કરી. જે ક્લાઉડ સોલ્યુશન્સ કંપની છે અને અલગ અલગ કંપનીઓને ડેટા પ્રોસેસીંગમાં મદદ કરે છે.

નેહાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારા બાળપણમાં પિતા ઇંદિરા ગાંધી, કિરણે બેદી, ઇન્દ્રા નુયી જેવી મહાન હસ્તીઓના પુસ્તક મને વાંચવા આપતા હતા. 2022માં નેહાની કંપનીને 8600 કરોડ રૂપિયાની લોસ ગઇ હતી, પરંતુ નેહા હિંમત હારી નહોતી અને આજે કંપની 75,000 કરોડની વેલ્યુ પર પહોંચી છે. નેહાની પર્સનલ નેટવર્થ 42,000 કરોડ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp