શું ITC લિમિટેડનો શેર મંગળવારે ઉપર જશે? જાણો કેટલો નફો કર્યો કંપનીએ

PC: equitypandit.com

દેશની દિગ્ગજ FMCG કંપનીઓમાંની એક ITC લિ.એ નાણાંકીય વર્ષ 2023ના જૂન ક્વોર્ટર માટે પોતાના ફાઇનાન્શિયલ રિઝલ્ટની ઘોષણા કરી છે. રિઝલ્ટ અનુસાર વાર્ષક આધાર પર નફો અને આવક બન્નેમાં વધારો થયો છે. કંપનીનો નફો વધીને 4169 કરોડ રૂપિયા થઇ ગયો છે. જ્યારે પહેલા ક્વોર્ટરમાં કંપનીની આવક વધીને 17289 કરોડ રૂપિયા થઇ ગઇ છે.

વાર્ષિક આધાર પર નાણાંકીય વર્ષ 23ના પહેલા ક્વોર્ટરમાં કંપનીનો નફો 33 ટકા વધીને 4169 કરોડ થઇ ગયો છે. જ્યારે, તેનું 4050 કરોડ રહેવાનું અનુમાન હતું. ગયા વર્ષે પહેલા ક્વોર્ટરમાં કંપનીનો નફો 3013.5 કરોડ રૂપિયા રહ્યો હતો.

વાર્ષિક આધાર પર નાણાંકીય વર્ષ 2023ના પહેલા ક્વોર્ટરમાં કંપનીની આવક 39 ટકા વધીને 17289.5 કરોડ રૂપિયા રહી, જ્યારે, તેનું 14950 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતું. જ્યારે, ગયા વર્ષના પહેલા ક્વોર્ટરમાં કંપનીની આવક 12217.1 કરોડ રૂપિયા રહી હતી. વાર્ષિક આધાર પર નાણાંકીય વર્ષ 2023ના પહેલા ક્વોર્ટરમાં કંપનીનો EBIDTA વધીને 5647.2 કરોડ રૂપિયા રહ્યો, જ્યારે તેનું 5150 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતું. ગયા વર્ષે પહેલા ક્વોર્ટરમાં કંપનીની EBIDTA 3992.2 કરોડ હતો.

ITC લિ. ઘણા બધા સેક્ટરમાં કારોબાર કરે છે. કંપની આશિર્વાદ બ્રાન્ડ હેઠળ ઘઉંનો લોટ અને અન્ય ખાવા પીવાની વસ્તુઓ વેચે છે, કંપની બી-નેચરલ બ્રાન્ડ હેઠળ ફ્રૂટ જ્યૂસનું વેચાણ કરે છે. કંપની સનફીસ્ટ અને બિંગો બ્રાન્ડ હેઠળ બીસ્કીટ, વેફર અને અન્ય સ્નેક્સનું વેચાણ કરે છે. તથા કંપની વિવેલ બ્રાન્ડ હેઠળ સાબુ અને બોડી વોશનું વેચાણ કરે છે અને સેવલોન બ્રાન્ડ હેઠળ એન્ટીસેપ્ટીક લોશનનું વેચાણ કરે છે. મંગલદીપ બ્રાન્ડ હેઠળ અગરબત્તીનું વેચાણ કરે છે. કંપનીની મંગલદીપ બ્રાન્ડ ભારતીય લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે.

આ સિવાય કંપનીના હોટલ, પેપર અને એગ્રી કારોબારનો ગ્રોથ મધ્યમ સ્તર પર રહી શકે છે. બજાર નિષ્ણાંતોનું માનું છે કે, જૂન ક્વોર્ટરના કંપનીએ સિગરેટ કારોબારની આવકમાં વાર્ષિક આધાર પર 23 ટકા અને નોન સિગરેટ કારોબારના આવકમાં 16 ટકાનો વધારો નોંધાવ્યો છે. જ્યારે હોટલ બિઝનેસના આવક વાર્ષિક આધાર પર 3.5 ગણી વધી છે. એ રીતે એગ્રી અને પેપર બિઝનેસના કારોબારમાં પહેલા ક્વોર્ટરમાં 20 ટકાથી વધારેનો ગ્રોથ નોંધાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp