જાપાનનો મોટો ઝટકોઃ ચીન છોડનારી 57 કંપનીઓને જાપાન સરકાર 4000 કરોડની સબસિડી આપશે

PC: scmp.com

ચીનના વુહાન શહેરમાંથી નીકળેલો કોરોના વાયરસ આખા વિશ્વમાં પ્રસરી ગયો છે અને તેના કારણે આખા વિશ્વમાં ચીન પ્રત્યે ગુસ્સો જોવા મળી રહ્યો છે. એવામાં ચીનને કેટલાક દેશો આર્થિક ફટકો આપી રહ્યા છે. આ પહેલા અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ટ્રેડ વોર ચાલી રહ્યું હતું અને તેને લઈને બંને દેશો એકબીજા પર આરોપ-પ્રતિઆરોપ લગાવી રહ્યા હતા અને કેટલાક કરારો પણ રદ્દ કરી દીધા હતા. ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ બાદ ભારતે પણ કેટલીક ચીની કંપનીઓ અને ચીન સાથે થયેલા કરાર રદ્દ કર્યા હતા અને 59 ચીની એપો પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે એવી ખબરો મળી રહી છે કે, જાપાને પોતાના દેશની ચીનમાં સ્થિત કંપનીઓને પાછી લાવવા માટે સહાય આપવાનો વિચાર કર્યો છે.

જાપાનની સરકાર ચીનમાંથી પોતાની ફેક્ટરીઓને સ્થાનાંતરિત કરીને પોતાનો દેશ કે દક્ષિણ એશિયામાં ફેક્ટરી લગાવનારી કંપનીઓને સબસિડી આપવાની શરૂ કરશે. આ પુરવઠા શ્રૃંખલાઓને સુરક્ષિત કરવા અને ચીનમાં વિનિર્માણ પર નિર્ભરતા ઓછી કરવા માટે એક નવા કાર્યક્રમનો ભાગ હશે. તમને જણાવી દઈએ કે, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં ચીનની ભૂમિકા અને તેના વલણ બાદ જાપાન સરકારે ચીનમાં કામ કરી રહેલી પોતાની કંપનીઓને ત્યાંથી શિફ્ટ કરવા કહ્યું છે. જાપાનના વડાપ્રધાને 2.2 અરબ ડૉલરનું આર્થિક પેકેજ આપવાનો નિર્ણય કર્યો છે. તેનો મતલબ એ છે કે જાપાનની ઘણી કંપની ચીનમાંથી પોતાનો વેપાર બંધ કરીને બીજા દેશમાં વેપાર શરૂ કરે, તો જાપાન સરકાર તેમને આર્થિક મદદ આપશે.

વેપાર અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે, ફેસમાસ્ક નિર્માતા Iris Ohyama Inc અને શાર્પ કોર્પ સહિત 57 પ્રાઈવેટ કંપનીઓને સરકાર અને મિનિસ્ટ્રી ઓફ ઈકોનોમીમાં કુલ 4002 કરોડ રૂપિયા (53.6 કરોડ ડૉલર) મળશે. તો વિયેતનામ, મ્યાનમાર, થાઈલેન્ડ અને અન્ય દક્ષિણ પૂર્વી એશિયાઈ દેશોમાં વિનિર્માણને સ્થાનાંતરીત કરવા માટે 30 વધુ કંપનીઓને એક અલગ જાહેરાત અનુસાર રકમ મળશે. નિક્કેઈ પત્રના એક રિપોર્ટ અનુસાર, જાપાન સરકાર ચીનથી પોતાનો વેપાર બંધ કરનારી કંપનીઓને 4900 કરોડ રૂપિયાની સબસિડી આપશે. આ સબસિડી સરકારના 17000 કરોડ રૂપિયા (243.5 અરબ યેન)ના ફંડમાંથી મળશે. જે તેણે એપ્રિલમાં ચીની પુરવઠા શ્રૃંખલાઓ પર નિર્ધારિત કર્યું હતું. જેનું ઉદ્દેશ્ય કંપનીઓને ઘરે પરત કે અન્ય દેશોમાં શિફ્ટ કરવામાં મદદ કરવાનું હતું. ચીન સામાન્ય પરિસ્થિતિઓમાં જાપાનનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર છે અને જાપાની કંપનીઓનું ત્યાં મોટા પ્રમાણમાં રોકાણ છે. કોરોના વાયરસની મહામારીના પ્રકોપે એ આર્થિક સંબંધોની સાથોસાથ જાપાનમાં ચીનની છબીને નુકસાન પહોંચાડ્યું છે. જાપાનનો નિર્ણય વર્ષ 2019માં એક તાઈવાની નીતિ સમાન છે. તેનો ઉદ્દેશ્ય ચીનથી રોકાણ પાછું લાવવાનો હતો. અત્યારસુધી કોઈ બીજા દેશે કંપનીઓને ચીનમાંથી શિફ્ટ થવાને પ્રોત્સાહિત કરવા માટે કોઈ યોગ્ય નીતિ નથી બનાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp