Reliance Jioના ઓલ ઈન વન પેકને ટક્કર આપવા Airtelએ લૉન્ચ કર્યો આ નવો પ્લાન

PC: Navbharat Times.com

Jio અને AirTel વચ્ચે માર્કેટમાં ગળાકાપ હરિફાઈ ચાલી રહી છે. બંને કંપનીઓ પોતાના ગ્રાહકોને સંતોષ આપવા માટે કમર કસી રહી છે. પ્રીપેડ રીચાર્જ પ્લાન અંગે બંને કંપનીઓ એકબીજાને ટક્કર મારી રહી છે. થોડા સમય પહેલા Jio અને AirTel એક જ સરખા પ્રિપેડ પ્લાનની ઓફર આપતા હતા. પરંતું તાજેતરમાં Jioએ બીજા નેટવર્ક પરના કોલિંગ પર 6 પૈસા પ્રતિમિનિટ ચાર્જિની જાહેરાત કરી હતી. ત્યાર બાદ પરિસ્થિતિમાં જળમૂળથી પરિવર્તન આવ્યું.

6 પૈસા પ્રતિમિનિટના પ્લાન બાદ Jioએ ટોકટાઈમ વાઉચર્સ અને ઓલ ઈન વન પ્લાન રજૂ કર્યા હતા. ઓલ ઈન વન પ્લાનમાં Jioનંબર્સ પર અનલિમિટેડ કોલિંગ, અન્ય નેટવર્ક પર કોલિંગ માટે IUC મિનિટ, SMS અને ઈન્ટરનેટ ડેટાની સુવિધા મળી રહે છે. જ્યારે AirTelએ કોઈ પ્રકારના IUC ન લેવાની વાત જાહેર કરી છે. આ ઉપરાંત કંપની પાસે એવા પ્રિપેડ પ્લાન છે જે Jioના ઓલ ઈન વન પ્લાનને પણ ટક્કર આપી શકે છે. Jioના 149 પ્લાનની સામે AirTelનો 169નો પ્લાન છે. Jioમાં આ પ્લાનમાં 24 દિવસની વેલિડિટી આવે છે સાથે 300 IUC 300 મિનિટ Jioથી Jio અનલિમિટેડ કોલ સાથે દરરોજનો દોઢ જીબી ઈન્ટરનેટ ડેટા વાપરવા માટે મળે છે. જ્યારે AirTelમાં 28 દિવસની વેલિડિટી સાથે 28GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ સર્વિસ મળે છે. એટલે કે રુ. 20 વધારે આપીને ગ્રાહક AirTelમાંથી બધી વસ્તુ અનલિમિટેડની ઓફર માણી શકે છે. જ્યારે Jioના પ્લાનમાં 300 મિનિટની લિમિટેશન છે.

Jioના રુ.222ના રીચાર્જ પ્લાન પર 28 દિવસની વેલિડિટી મળે છે. જેમાં 1000IUC મિનિટ, દરરોજનો 2 GB ડેટા અને બીજા પણ કેટલાક ફાયદાઓ મળી રહે છે. જ્યારે AirTelના 249 રુ.ના રીચાર્જ પર 2 GB સાથે અનલિમિટેડ કોલિંગ મળી રહે છે. આ ઉપરાંત ગ્રાહકોને રુ.4 લાખ સુધીનું લાઈફ ઈન્શ્યોરંસ કવર પણ મળે છે. Jioના 333ના પ્લાનમાં 56 દિવસની વેલેડિટી છે. જેમાં દરરોજનો 2GB ડેટા વાપરવા માટે મળે છે. સાથે 1000IUC મિનિટ. જ્યારે AirTelના 349રુ.ના પ્લાનમાં 28 દિવસની વેલિડિટી માટે 3 GBનો ડેટા ફ્રી મળે છે. આ ઉપરાંત AirTel થેંક્સ અને અનલિમિટેડ કોલિંગ પણ મળી રહે છે.

Jioના રુ. 444ના પ્લાનમાં 84 દિવસની વેલિડિટી આપવામાં આવી છે. જેમાં 1000IUC મિનિટ અને દરરોજનો 2 GB ડેટા ફ્રીમાં આપવામાં આવે છે. જ્યારે AirTel 448 રુ.ના રીચાર્જ પ્લાનમાં 82 દિવસની વેલિડિટી આપે છે. આ સાથે 1.5 GBનો ડેટા ફ્રી આપવામાં આવે છે. જ્યાર Jioના 555રુ.ના પ્લાનમાં 84 દિવસની વેલિડિટી સાથે 3000 મિનિટ અને દરરોજનો 2 GB ડેટા મળે છે. જ્યારે AirTelના રુ. 499ના પ્લાનમાં 82 દિવસની વેલિડિટી સાથે 2 GB ડેટા ફ્રી સાથે અનલિમિટેડ કોલિંગ પણ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp