અદાણીને બીજો મોટો ઝટકો, કેન્યાએ એરપોર્ટ ડીલ કેન્સલ કરી, 5 હજાર કરોડ...

PC: twitter.com

અદાણી ગ્રુપ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક પછી એક ઝટકા મળી રહ્યા છે. અમેરિકાના સમાચાર બાદ અદાણીને કેન્યાથી પણ માઠા સમાચાર મળ્યા છે. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે પોતાના દેશના મુખ્ય એરપોર્ટને વિસ્તૃત કરવાની યોજના રદ્દ કરી દીધી છે. ભારતના અદાણી ગ્રુપે પણ આ પ્રોજેક્ટ માટે બોલી લગાવી હતી. રૂટોએ અદાણી ગ્રુપ સાથે 70 કરોડ ડોલરથી વધુ એટલે કે લગભગ 5900 કરોડ રૂપિયાની કિંમતનો બીજો સોદો રદ્દ કર્યો છે. આ ડીલ પાવર લાઈનોના બાંધકામ માટે હતી.

અમેરિકામાં અદાણી ગ્રુપ પર ભ્રષ્ટાચારના આરોપો બાદ કેન્યાએ આ નિર્ણય લીધો છે. અમેરિકી વકીલોનું કહેવું છે કે અદાણી ગ્રુપે ભારતીય અધિકારીઓને લાંચ આપી હતી. તેના બદલામાં અદાણીને સોલાર એનર્જી બિઝનેસમાં ફાયદો મળ્યો. અદાણી ગ્રુપે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ભારત સરકારે હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી.

અમેરિકાની કોર્ટે ગૌતમ અદાણી અને 7 ડિરેકટરો સામે લાંચ અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. અદાણી ગ્રુપે ભારતમાં સરકારી અધિકારીઓને સોલાર એનર્જિ પ્રોજેક્ટ માટે 2250 કરોડની લાંચ આપી હોવાનો આરોપ છે.

ભારતની અદાણી અને અમેરિકાની ઇશ્યુર કંપની એજ્યોરે સરકારી માલિકીની સોલાર પાવર એનર્જિ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના 12 ગીગાવોટ સોલાર એનર્જિ ઉપલબ્ધ કરાવવા માટે કોન્ટ્રાક્ટ મેળવેલો. ભારતમાં ખરીદદાર ન મળ્યા અને મોટું જોખમ દેખાયું એટલે એજ્યોર અને અદાણી ગ્રુપે ભારતના અધિકારીઓને લાંચ આપવાની યોજના બનાવી.

 જાણવા મળેલી  વિગત મુજબ લાંચના બદલામાં સરકારી અધિકારીઓની જવાબદારી હતી કે રાજ્યની વિજ નિતરણ કંપનીઓ સાથે સોલાર પાવર એનર્જિ કોર્પોરેશન સાથે કરાર કરવા માટે સમજાવે. અધિકારીઓએ આ કામ કરી દીધું અને અદાણી ગ્રુપે લાંચની રકમ ચૂકવી દીધી.

લાંચની વાત ગુપ્ત રાખવા કોડ નેમ રખાયા હતા. જેમ કે ગૌતમ અદાણી માટે નુમેરો ઉનો અથવા The Big Man રાખવામાં આવ્યું હતું. અદાણી પોતે આ અધિકારીઓને મળ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp