મંત્રી દર્શના જરદોશે કહ્યુ- જાહેર કાર્યક્રમમાં માગણી ન કરો, ઓફિસે આવજો

PC: DainikBhaskar.com

ચેમ્બર ઓફ કોમર્સના ત્રણ દિવસીય વિવનીટ એક્ઝિબિશનમાં કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશે ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, ચેમ્બલ ઓફ કોમર્સ દ્વારા એક પહેલ કરવી જોઈએ,  કે કોઈ પણ જાહેર કાર્યક્રમમાં માગણી ન કરવી જોઈએ. જો તમારી કોઈ માગ હોય તો તમે મારી ઓફિસ આવજો.  ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (sgcci) દ્વારા પ્રથમ વખત ગુજરાતના સુરત શહેરમાં 3 દિવસ માટે વીવનીટ એક્સઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રના કાપડ રાજ્યમંત્રી દર્શના જરદોશ, ઇન્ડોનેશિયાના કોન્સોલ જનરલ ઉગુસ પી. સપ્ટોનો, ટેક્સટાઇલ સેક્રેટરી ઉપેન્દ્રસિંહ, ટેક્સટાઇલ કમિશનર રૂપ રાશિ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઇન્ડિયા બાંગ્લાદેશ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રેસિડન્ટ અબ્દુલ મતલબ અહમદ બાંગલાદેશથી વિડીયો કોન્ફરન્સથી લાઇવ હાજર રહ્યા હતા. દર્શનાબેન જરદોશ સહિતના તમામ મહાનુભવો એ પ્રથમ વીવનિટ એક્ઝીબિશના સ્ટોલોની મુલાકાત લીધી હતી.ત્યાર બાદ એક ટેક્ષટાઇલ તેમજ વિવિંગ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારોની સભામાં સંબોધન કર્યું હતું.

દર્શનાબેને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે હવે હું સંકળાયેલી છું અને મારી ઓફિસમાં હવે ટેક્સટાઇલને લગતા પ્રશ્નોનો હલ મળશે. અમેએસએમઇ તેમજ સબસીડી બાબતમાં પણ એમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ બાબતમાં તેઓ પોતે પોઝિટિવ છે અને જ્યારે પણ આવો ત્યારે મારા તેમજ આપણા સેક્રેટરી યુ.પી સિંઘના દરવાજાઓ હંમેશા માટે ખુલ્લા છે. ગુજરાતમાં ખાસ કરીને કૉટનનું વધારે ઉત્પાદન થતું હોય છે એટલે અહીં કોટન ફેબ્રિક અને કોટન યાર્ન માટેનું મોટું હબ છે પરંતુ હવે મેન મેઇડ ફેબ્રિક તેમજ અહિંસક નેચરલ યાર્ન બનાવવા માટે પણ આપણે આગળ વધીશું. એક્ઝિબિશનમાં અમે સૌએ વધારે પડતો સમય નેચરલ જ્ઞાન અને તેમાંથી જે બનાવવામાં આવે છે તેમાં કાઢ્યો હતો, જે ખુબ જરુરી છે. આ અહિંસક યાર્ન છે જેના નિર્માણમાં કોઇ હિંસા થતી નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવી PLI યોજનાનો લાભ ગુજરાત અને ખાસ કરીને સુરત વધુ મેળવે તેવી ઈચ્છા છે. આપણે મેકિંગ ઈન્ડિયા સાથે હવે મેકિંગ સૂરત કોઈક એવી બ્રાન્ડનો વિકાસ કરવાની જરૂર રહેશે જેથી તે પ્રોડકટ સુરતના નામથી વિશ્વમાં પ્રખ્યાત થઈ શકે.

દર્શનાબેને વધુમાં જણાવ્યું હતું કે માર્ચ-22 પછીના વર્ષ માટે ટફ યોજનામાં પણ સુધારો કરી રહ્યા છે. ઉપરાંત, SITP, IPDS જેવી યોજનાઓની પુન:સમીક્ષા કરવાની વાત પણ એમણે કરી હતી.અસફળ રહી હોવાની વાતો છે તેનો અમે સુરતમાં અભ્યાસ કરીશું. કાર્યક્રમમાં ઉદ્યોગકરોને ઉદ્બોધન કરતા ટેક્સટાઇલ સેક્રેટરી યુ.પી.સિંઘે જણાવ્યું હતું કે, જેમ હિંદુઓ માટે ચારધામ અને મુસ્લિમો માટે મક્કામદીના છે, તેમ ટેક્સટાઇલ માટે સુરત ચારધામ કે મક્કામદીના છે. અત્યાર સુધી નેચરલ ફેબ્રિકસની વાત થતી પણ જ્યારથી પીએલઆઈ સ્કીમ જાહેર થઇ ત્યારથી એમએમએફ(મેન મેડ ફેબ્રિકસ) અને ટેક્નિકલ ટેક્સટાઇલની વાત થવા લાગી છે. 6 લાખ ટન કોટન જયારે 6 લાખ ટન પોલિયેસ્ટર ફેબ્રિક્સનું ઉત્પાદન થાય છે. આપણા એમએમએફનું ટર્નઓવર 140 બિલિયનથી વધીને 250 બિલિયન કરવું હોય તો એમએમએફ અને ટેક્નિકલ ટેક્સટાઇલ પર ધ્યાન આપવું પડશે. આપણું યાર્ન સેક્ટર મજબૂત છે, પ્રોસેસિંગમાં સુધારાની જરૂર છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પીએલઆઇ સ્કીમમાં પહેલા 500 કરોડનું રોકાણ અને 1000 કરોડનું ટર્નઓવરની મર્યાદા રાખવાની વિચારણા હતી. જેમાં ચર્ચાને અંતે 100 અને 300 કરોડની યોજના જાહેર કરવામાં આવી છે. આ મહિનાના અંત સુધીમાં મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ પાર્કની પણ યોજના જાહેર કરવાની તૈયારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp