ઝીરોધાના નિખિલ કામથ યંગ એન્ટરપ્રિન્યોરને બિઝનેસ કરવા ફંડ આપશે

PC: forbesindia.com

ભારતની સૌથી મોટી બ્રોકરેજ ફર્મ ઝીરોધાના કો. ફાઉન્ડર નિખિલ કામથે 25 વર્ષથી ઓછી ઉંમરના 40 યંગ એન્ટરપ્રિન્યોરને મદદ કરવા માટે WTF ફંડ જાહેર કર્યું છે. ભારતમાં આ પ્રકારનું પહેલું ફંડ હોવાને કારણે ભારે ચર્ચામાં છે.

આ ફંડ એવા ઉદ્યોગ સાહસિકોને મદદ કરશે જે ક્રાંતિ લાવવા માંગે છે અને તેમની પાસે આવું કરવાની ક્ષમતા છે. જે લોકો કઇંક હટકે કરવા માંગે છે, જે લોકો પાસે સપના છે તેમને મદદ મળશે.

આવા લોકોને નિખિલ કામથ 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે. આમા સૌથી સારી વાત એ છે કે આ ગ્રાન્ટના બદલામાં સ્ટાર્ટ અપ ફાઉન્ડર્સે કોઇ ઇક્વિટી ડાઇલ્યુટ નહી કરવી પડશે. મતલબ કે કામથની એમાં કોઇ હિસ્સેદારી નહીં હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp