નીતિન ગડકરીએ એલન મસ્કને જાણો શેના માટે આમંત્રણ આપ્યું

PC: twitter.com

વિશ્વના ટોપ ધનિકોની યાદીમાં સ્થાન મેળવી ચૂકેલા મસ્ક ઈલેક્ટ્રીક કારોનું ઉત્પાદન આગામી સમયમાં ભારતથી કરી શકે છે. જેના સંકેત નીતિન ગડકરી કેન્દ્રીય મંત્રી દ્વારા આપવામાં આવ્યા છે. એલન મસ્કને લઈને નીતિન ગડકરીએ કહ્યું હતું કે, મસ્કનું અમે ભારતમાં સ્વાગત કરીશું જો તેઓ અહીં આવે છે તો. અમે આતુર છીએ જો તેઓ અહીંયા કારનું મેન્યુફેક્ચરીંગ જો કરવા માંગે છે તો, અમને કોઈ વાંધો નથી ઉપરથી અહીંયા પણ તેમને વેન્ડર મળી રહેશે. અહીંથી એલન મસ્કને દરેક પ્રકારની ટેકનોલોજી પણ ઉપલબ્ધ કરાવીશું તેવું નીતિન ગડકરીએ જણાવ્યું હતું.

ભારત એક મોટું માર્કેટ છે. અહીંયા ઈલેક્ટ્રોનિક વાહનો માટે મોટા પ્રમાણમાં વિપુલ તકો છે તેમ કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, એલન મસ્ક પહેલા ભારતમાં ટેસ્લા કારનું મેન્યુ ફેક્ચરીંગ નાખવા માંગતા હતા પરંતુ એ શક્ય થઈ શક્યુ નહોતું. અગાઉ ભારત તરફથી કેટલીક શરતો મુકવામાં આવી હતી જેથી એલન મસ્કે ચાઈનામાં તેનું ઉત્પાદન શરુ કર્યું હતું ત્યારે ફરીથી નીતિન ગડકરી દ્વારા આમંત્રણ અપાતા બની શકે છે એલન મસ્ક ફરીથી ઈલેક્ટ્રોનિક કારના ઉત્પાદન માટે ભારતીય બજાર પસંદ કરી શકે છે.

પરંતુ જો એલન ચીનમાં જ કાર બનાવે છે તો ભારતમાં તેનું વેચાણ અયોગ્ય પ્રસ્તાવ રહેશે તેવું પણ ભારત તરફથી સૂચન એલન મસ્કને મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp