Ola, Uberને સરકાર તરફથી મળી કાર્યવાહી થવાની ચેતવણી, જાણો કેમ

PC: entrepreneur.com

કેબ એગ્રીગેટર કંપની Ola અને Uberની કેબ બુક કરનારા લોકોની ફરિયાદો પર કેન્દ્ર સરકાર ગંભીર થઇ છે. સરકારે બંને કંપનીઓને નોટિસ મોકલી છે અને 15 દિવસની અંદર અંદર નોટિસનો જવાબ આપવા માટે કહ્યું છે. આ કંપનીઓ પાસેથી ટેક્સી બુક કરનારા મોટા ભાગના ગ્રાહકની ફરિયાદ છે કે, કેબના ડ્રાઇવર્સ ખરાબ રીતે વ્યવહાર કરી રહ્યા છે, ઘણી વખત રાઇડ કેન્સલ કરી દે છે અને રાઇડ દરમિયાન ACસી પણ ચાલુ  કરતા નથી.

ગ્રાહકોના હિતોની સુરક્ષા કરનારા રેગ્યૂલેટર CCPAએ Ola અને Uberને નોટિસ મોકલી છે. બંને કંપનીઓને ગ્રાહકોના અધિકારના ઉલ્લંઘન માટે અને વેપાર કરવાની અનુચિત પદ્ધતિ માટે નોટિસ મોકલી છે. આ સાથે જ કંપનીઓ પર સેવામાં બેદરકારી, ગ્રાહકોની ફરિયાદોનું નિવારણની પર્યાપ્ત વ્યવસ્થા ન હોવી, અવ્યાવહારિક રીતે કેન્સલેશન ચાર્જ વસૂલવા અને ભાડુ નક્કી કરવાના એલ્ગોરિધમમાં પારદર્શિતાના અભાવનો પણ આરોપ છે.

Ola અને Uberને આ દરેક મુદ્દે પોતાનો જવાબ 15 દિવસની અંદર અંદર મોકલવા માટે જણાવ્યું છે. આ પહેલા CCPAએ કેબ એગ્રીગેટર કંપનીઓ સાથે 10મી મેના રોજ મીટિંગ કરી હતી. ઉપભોક્તા મુદ્દાઓના મંત્રાલયની કેબ એગ્રીગેટર્સ સાથે આ બીજી મીટિંગ હતી. ગ્રાહકોની ફરિયાદોના આધારે સરકારે આ બેઠક બોલાવી હતી. બેઠક દરમિયાન સરકારે કેબ એગ્રીગેટર્સને કહ્યું કે, કેબના ભાડામાં અચાનક વધારો, ડ્રાઇવર્સ દ્વારા AC ચાલુ ન કરવું, કેંસલેશન અને ડ્રાઇવર્સ દ્વારા કેશની માગ કરવી વગેરે જેવી ફરિયાદો સરકારને મળી છે.

સરકારે કંપનીઓને ચેતવણી આપી કે, કંપનીઓએ તેમના સિસ્ટમને સુધારવી પડશે અને સેવાઓમાં સુધારો કરવો પડશે. નહીં તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. બેઠક બાદ ઉપભોક્તા મુદ્દે સચિવ રોહિત કુમાર સિંહે કહ્યું હતું કે, અમે કંપનીઓને કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. સાથે જ તેમને ફરિયાદોથી જોડાયેલા ડેટા પણ ઉપલબ્ધ કરાવ્યા છે. આ બેઠકમાં Ola, Uber, Meru, Rapido, Jugnu જેવા કેબ અને રાઇડ એગ્રીગેટર્સ કંપનીઓના પ્રતિનિધિઓ શામેલ રહ્યા હતા. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના આધારે કેબ એગ્રીગેટર્સે કેટલાક શહેરોમાં પોતાની સર્વિસના ભાવ વધારી દીધા છે. જેથી લાંબી યાત્રા માટે ડ્રાઇવર્સને વધુ કમાણી થઇ શકે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp